નર્મદા જિ.ની 222 ગ્રામ પંચાયતનું મનરેગાનું પેમેન્ટ 4 મહિનાથી અટવાયું! ઝગડીયા માટે ખબર નઈ?

SHARE WITH LOVE
 • 52
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  52
  Shares

કર્મચારીઓને પગારના પણ વલખાં : કેન્દ્રમાંથી ગ્રાન્ટ નહીં આવતા જિલ્લામાં ગરીબ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો

જિલ્લામાં 1 લાખ જોબકાર્ડ ધારકોને સપ્ટેમ્બરથી પેમેન્ટ ચૂકવાયું નથી : 100% રોજગારીની ગેરેંટી આપતો કાયદો નાણાંના અભાવે ઠપ્પ

રાજપીપળા: જાહેર કાર્યક્રમો અને તહેવારોની ઉજવણીમાં કરોડોનો ધુમાડો કરતી ભાજપ સરકારને આજે દેશના ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને રોજગારી આપવા માટે ગ્રાન્ટ નથી. મહાત્મા ગાંધી રોજગાર ગેરેન્ટી કાયદા હેઠળ રોજગાર મેળવતા નર્મદા જિલ્લાના લાખો લોકોને આજે 4 મહિનાથી પેમેન્ટ અપાયું નથી. ખરાબ પરિસ્થિતિ વચ્ચે લોકોએ પોતે કરેલા કામનું મહેતાનું જ નહીં મળતાં હાલત કફોડી બની છે. ગ્રાંટોના અભાવે નર્મદા જિલ્લની 222 ગ્રામ પંચાયતોમાં કામ કરી રહેલા 1 લાખથી વધારે બીપીએલ પરિવારો નાણાંની માંગ કરી રહ્યા છે.

MGNREGA payment of 222 gram panchayat of Narmada district was stopped for 4 months at narmada district

નર્મદા જિલ્લો આકાંક્ષી જિલ્લો ગણવામાં આવ્યો છે. નીતિ આયોગ દ્વારા શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને પોષણ યુક્ત ખોરાક પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે સરકાર 100 દિવસનો રોજગાર શુધ્ધાં આપી શકતી નથી. તો જે લોકોએ કામ કર્યું છે તેનું પેમેન્ટ પણ કરી શકતી નથી. આવા ગેર વહીવટ સામે જિલ્લામાં વિરોધનો સૂર ઉઠ્યો છે. નર્મદા જિલ્લામાં 222 ગ્રામ પંચાયતો આવેલી છે. જેમાં દરેક ગ્રામ પંચાયતમાં 250 થી 300 જેટલા જોબ કાર્ડ કાઢવામાં આવ્યા છે. ગરીબીની રેખા નીચે જીવતા લોકોના આ જોબકાર્ડ છે. જેમને વર્ષમાં 100 દિવસની રોજગારી ઘર આંગણે આપવામાં આવે છે. અને NREGA ના કાયદા હેઠળ બે કે ત્રણ દિવસમાં કામનું મહેતાનું આપવું પડતું હોય છે. છતાં જિલ્લામાં 1 લાખ જેટલા જોબકાર્ડ ધારકોને 26સપ્ટેમ્બરથી પેમેન્ટ મળ્યું જ નથી. ગરીબ લોકો ગ્રામપંચાયતોના ધક્કા ખાય રહ્યા છે. ગ્રામપંચાયતો અને તાલુકા કક્ષાએથી માત્ર એકજ જવાબ મળે છે. ગ્રાન્ટ નથી. કેન્દ્રમાંથી ગ્રાન્ટ નથી આવતી. તેથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

જલ્દી નાણા આપે તેવી રજૂઆત કરી છે
ગ્રામ પંચાયતમાં કોઈથી બેસાતું જ નથી. કેમકે રોજ લોકો નરેગામાં કરેલા કામોના રૂપિયા મંગાવા આવે છે. તાલુકા- જિલ્લા કક્ષાએ નરેગાની કચેરીએ રજુઆત કરીએ તો કહે છે, અમારો પણ પગાર થયો નથી. ગ્રાન્ટના અભાવે હાલ પેમેન્ટ અટક્યું છે. 29 સપ્ટેમ્બર 2019 થી જિલ્લામાં કોઈને પેમેન્ટ મળ્યું જ નથી. જલ્દી નાણા આપે તેવી રજૂઆત કરી છે. – વિજય વસાવા, સદસ્ય, ગ્રામપંચાયત

…તો યુથ કોંગ્રેસ જલદ આંદોલન કરશે
નર્મદા જિલ્લામાં એક લાખ જેટલા ગરીબી રેખા નીચે જીવતા પરિવારો છે. જેમને નરેગા હેઠળ રોજગારી આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર પાસે નાણાં ન હોય ગરીબોને રૂપિયા અપાતા નથી. આ સરકાર ગરીબોની નથી. ઉત્સવો માટે લાખો ઉડાવી દેશે વિદેશોમાં કરોડોની લોન આપશે પણ દેશના ગરીબોને મહેનતના રૂપિયા આપવા માટે ગ્રાન્ટ નથી. જો સરકાર નરેગાના રૂપિયા નહિં ચૂકવે તો યુથ કોંગ્રેસ જલદ આંદોલન કરશે. – ચંદ્રેશ પરમાર, ઉપ પ્રમુખ -યુથ કોંગ્રેસ , નર્મદા

સમગ્ર ગુજરાતમાં આ પરિસ્થિતિ છે
નર્મદા જિલ્લાની એકલાની વાત નથી. આખા ગુજરાતમાં આ પ્રશ્ન છે. બે મહિનાથી કોઈ કારણોસર પેમેન્ટ આવતું નથી. અમે રાજ્ય કક્ષાએ લેખિતમાં સતત રજૂઆત કરતા રહીએ છીએ. ફોલોઅપ પણ લઈએ છીએ. રાજ્યમાં કોઈ જિલ્લાને પેમેન્ટ મળ્યું નથી પણ આગામી સમયમાં મળી જશે. – ડો.જીન્સી વિલિયમ્સ, ડીડીઓ નર્મદા

Source:


SHARE WITH LOVE
 • 52
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  52
  Shares