સ્ટેચ્યુ ઓફ્ યુનિટી પર આતંકી હુમલાને લઈને મોકડ્રિલ યોજાયું!

SHARE WITH LOVE
 • 42
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  42
  Shares

સ્ટેચ્યુ ઓફ્ યુનિટી પર આતંકી હુમલાને લઈને મોકડ્રિલ યોજાયું હતું. સ્ટેચ્યૂ ઓફ્ યુનિટીના નકશા તેમજ હથિયાર પોલીસે જપ્ત કર્યા હતા.

સ્ટેચ્યુ ઓફ્ યુનિટીમાં ૪ આંતકવાદી ઘુસી આવ્યા જે પૈકી નર્મદા પોલીસે ૩ને ઠાર માર્યા હતા. સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના નકશા તેમજ હથિયાર પોલીસે જપ્ત કર્યા હતા.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે આજે સોમવારે યુનિટી પર આતંકી હુમલાને લઈને મોકડ્રીલનું આયોજન કરાયું હતું. સોમવારે સવારે 4 આતંકવાદીઓએ મુખ્ય ગેટથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટીમાં પ્રવેશ લીધો હતો.

બાદમાં સ્થળ પર હાજર ક્વીક રીસ્પોન્સ ટીમ અને ચેતક કમાન્ડોએ 4 આતંકીઓનો ઘેરાવો કર્યો હતો. બાદમાં પરિસરના ઇમરજન્સી એલાર્મ વાગતા મોટી સંખ્યામાં પોલીસ અને જીઇઁ દોડી આવી હતી. તો સમગ્ર જિલ્લાભરની પોલીસ પણ બોલાવી હતી.

આખરે પોલીસે ૩ આતંકીઓને ઠાર માર્યા હતા અને 1 આતંકીને જીવતો પકડી પાડયો હતો. પોલીસે ટ્વા ૪૭ સહિતના હથિયારો ઝડપ્યા હતા. બાદમાં ત્યાં હાજર ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસપોઝલ સ્કવોર્ડ દ્રારા ચેકીંગ હાથ ધરાયુ હતું.

પોલીસ દ્રારા વારંવાર આવા મોકડ્રીલ કરીને હુમલાની સ્થિતિમાં કોમ્યુનિકેશન સ્કિલ તેમજ પરિસ્થિતિને કાબુમાં કેવી રીતે લે છે તે ખ્યાલ આવે છે. મોકડ્રીલ દરમ્યાન ક્ષતિ હશે તો સુધારી શકાય એ માટે વારંવાર આવા આયોજન થતા રહે છે.


SHARE WITH LOVE
 • 42
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  42
  Shares

Leave a Reply

Your email address will not be published.