નર્મદા: જિલ્લામાં હેન્ડ પમ્પમાંથી પીવાતા પાણીમાં મળ્યા 600થી વધુ ટીડીએસ

SHARE WITH LOVE
 • 30
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  30
  Shares

પહાડી વિસ્તારોમાં 600 થી 900 TDS વાળું પાણીઃ  WHOની ગાઈડલાઈન મુજબ વધુમાં વધુ 300 TDSનું પાણી પીવામાં વાપરી શકાય

સાંસદે જિલ્લામાં આવેલા હેન્ડ પમ્પનાં પાણી જોખમી હોવાનું આપ્યું હતું નિવેદન

ગુજરાતનાં સિનિયર સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ ડેડીયાપાડામાં એક કાર્યક્રમમાં નર્મદા જિલ્લામાં હેન્ડપંપનું પાણી પીવા લાયક નહીં હોવાની વાત કરી હતી. જે બાબતે દિવ્ય ભાસ્કરે જિલ્લાના કેટલાંક ગામોમાં જઈને રિયાલિટી ચેક કરી ગ્રામજનો પાસેથી સત્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પહાડી વિસ્તારના ગામોના હેન્ડ પમ્પનું પાણી ચકાશતાં 600 થી 900 TDSનું પ્રમાણ જોવા મળ્યું હતું. આ પાણી અમૃત નહીં પણ ઝેર હોય સાંસદે જાહેરમાં કરેલું નિવેદન સાચું ઠર્યું છે.


નર્મદા જિલ્લામાં પાંચ તાલુકાઓના 550 ગામોમાં 6 લાખ લોકો વસવાટ કરે છે. જેમાં 300 જેટલા ગામો એવા છે જે ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા છે. જેમાં 4 લખથી વધુ લોકો રહે છે. આવા ગામોમાં પાણીની સુવિધા પહોંચાડવા માટે ઓછો ખર્ચ અને કાયમી પાણી મળે તે માટે એક બોર કરી
હેન્ડપંપ લગાવવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લાની વાત કરીએ તો પાણી પુરવઠાવિભાગના 19000 હેન્ડ પમ્પ છે. જયારે ટ્રાઇબલ સબપ્લાન, ગુજરાત પેટર્ન, તાલુકા જિલ્લા મથકના મળી અંદાજિત જિલ્લામાં 30 હજાર હેન્ડ પમ્પ મુકવામાં આવ્યા છે જેનું પાણી આજે પણ લોકો પીવે છે, જે ખુબ જ આરોગ્ય માટે જોખમી છે. છતાં પણ આ પાણી પીવું ગ્રામજનોની મજબૂરી છે. કારણ કે તેમની પાસે અન્ય કોઈવિકલ્પ નથી.


આ બાબત સરકારને ધ્યાને હોય કરજણ જળાશય યોજનામાંથી 119 ગામોને શુદ્ધ પાણી આપવાની યોજના મૂકી છે. જે નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાના 119 ગામોને શુદ્ધ પાણી પરું પાડે છે. જયારે નર્મદા જળાશય યોજના માંથી પાણી લઈને ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ કરી ગરુડેશ્વર તિલકાવડા તાલુકોના 129 ગામોને પાણી આપવામાં આવે છે. તો તાપી જળાશયમાંથી સાગબારા અને ડેડીયાપાડાના 210 ગામોને શુદ્ધ ફિલ્ટર વાળું પાણી આપવામાં આવે છે. પરંતુ હજી 200 જેટલા ગામો એવા છે જ્યાં માત્ર હેન્ડપંપ જ એકમાત્ર વિકલ્પ છે.


હવે ખબર પડી કે રોગો કેમ વધ્યા
અમારા બોરીદ્રા ગામમાં 15 થી 20 જેટલા હેન્ડપંપના પાણીમાંથી 800 થી 900 જેટલું TDS જોવા મળ્યું. આ પાણી અમે કેટલાય વર્ષોથી પીવામાં વાપરીએ છીએ. ગામમાં પથારી, પેટ, દાંત સહીત અનેક બીમારીથી લોકો પીડાય રહ્યા છે. હવે ખબર પડી કે રોગો કેમ વધ્યા છે. – સુમિત્રા વસાવા, (તાલુકા પંચાયત સદસ્ય, બોરીદ્રા)

WHOની ગાઈડ લાઈન મુજબ 300 TDSથી વધુનું પાણી જોખમી
નર્મદા જિલ્લામાં હાર્ડ પાણી છે. જેમાં TDSનું પ્રમાણ વધુ છે. WHOની ગાઈડસલાઈન મુજબ જો પાણી કલોરીનેશન વાળું હોય તો તેમાં 150 TDS હોવા જોઈએ જેને પીવામાં ઉપયોગ કરી શકાય. જો હેન્ડપંપનું હોય તો તેમાં 300 TDS સુધી વાપરી શકાય પરંતુ તેથી વધુ TDS વાળુ પાણી જોખમી છે.


SHARE WITH LOVE
 • 30
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  30
  Shares