ગુજરાત સરકાર નર્મદાની જેમ હવે મહિસાગર નદીનું અસ્તિત્વ પણ ખતમ કરવા માગે છે?

SHARE WITH LOVE
 • 71
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  71
  Shares

વડોદરા, નંદેસરી, પાદરા, મંજુસર, અને પોર વિસ્તારમાં આવેલા આશરે ૩૦૦થી વધુ ઉદ્યોગોમાંથી નીકળતું કેમિકલ યુક્ત, પ્રદુષિત પાણી એફ્લુએન્ટ પ્લાન્ટમાં શુધ્ધ કર્યા વગર સીધુ જ મહિસાગર નદીમાં છોડી દેવાના મામલે શુક્રવારે ક્લોઝર નોટિસના એક્સ્ટેન્શનનો પણ છેલ્લો દિવસ હતો. પરંતુ આ ઉદ્યોગોને તાળા મારવાના બદલે સરકાર વધુ એક વખત તેના પર ‘આફરીન’ થઇ ગઇ છે અને વધુ ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપી દીધું છે.

આ બાબતે વાત કરતા પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિએ કહ્યું હતું કે ‘વડોદરા આસપાસના ૩૦૦થી વધુ ઉદ્યોગોમાંથી છોડવામાં આવતુ ખતરનાક કેમિકલયુક્ત ઝેરી પાણી વડોદરા એન્વાયરોમેન્ટ ચેનલ લિમિટેડ (વીઇસીએલ) દ્વારા મહિસાગર નદીમાં છોડવામાં આવે છે. નિયમ પ્રમાણે નદી-નાળામાં છોડાતા પાણીમાં ૨૫૦થી વધુ સીઓડી (કેમિકલ ઓન ડિમાન્ડ)ના હોવુ જોઇએ. તેના બદલે ૭૫૦થી ૨૦૦૦ સીઓડીનું પાણી છોડવામાં આવી રહ્યું છે.ગુરૃવારે પણ જ્યારે માપવામાં આવ્યુ ત્યારે ૯૦૦ સીઓડીનું પાણી હતુ. ખુદ જીપીસીબી પણ કબુલ કરે છે કે મહિસાગરમાં છોડાતું પાણીમાં નિયમ કરતા અત્યંત વધુ સીઓડી હોય છે. અમે આ મામલે વર્ષોથી ફરિયાદ કરી રહ્યા છીએ. આખરે તા.૧૩ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૩૦ દિવસ માટેની ક્લોઝર નોટિસ અપાઇ હતી.જે બાદ ક્લોઝર નોટિસને એક મહિનાનું એક્સ્ટેન્શન અપાયુ હતું. તેમ છતા પણ ઉદ્યોગો દ્વારા મહિસાગરમાં ઝેર છોડવાનું ચાલુ જ રહ્યુ હતું. ઉદ્યોગોની આટલી દાદાગીરી છતા ફેબુ્રઆરીમાં ક્લોઝર નોટિસને વધુ ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપી દેવાયુ હતું આ એક્સ્ટેન્શન ઉપર એક્સ્ટેન્શનનો શુક્રવારે છેલ્લો દિવસ હતો અને વધુ ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપી દેવાયુ છે’

રોહિત પ્રજાપતિએ ઉમેર્યુ હતું કે ‘સુપ્રિમ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે કે કુદરતી જળ સ્તોત્ર જેવા કે સમુદ્ર, નદી, નાળા વગેરેમાં છોડવામાં આવતુ ઉદ્યોગોનું પાણી જો નિયમ પ્રમાણે ના હોય તો તાત્કાલીક અસરથી પગલા લઇને ઉદ્યોગોને તાળા મારી દેવા. પર્યાવરણને લગતા કાયદાઓ પણ આ મામલે કડક વલણ અપનાવાની વાત કરી રહ્યા છે તેમ છતા ગુજરાત સરકાર અને જીપીસીબી દ્વારા વડોદરા આસપાસના ૩૦૦ ઉદ્યોગો પર કોઇ પગલા લેવામાં આવતા નથી. ગુજરાત સરકાર નર્મદા નદીની જેમ હવે મહિસાગર નદીનું અસ્તિત્વ પણ ખતમ કરવા માગે છે’


SHARE WITH LOVE
 • 71
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  71
  Shares

Leave a Reply

Your email address will not be published.