સાંસદ મનસુખ વસાવાએ પોતાના વિસ્તાર ના લોક હિત માટે કર્યો ધડાકો..જાણો શું?

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સાચેજ આવા સાંસદ સૌને મળે. ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે પોતાના વિસ્તાર ના લોકોના હિત માટે પોતાની સરકારની જાહેરમાં પોલ ખોલી નાંખી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટમાં સ્થાનિકો શિક્ષિત બેરોજગારને મોટા પ્રમાણમાં રોજગારી આપવાના વાયદાનું ખંડન કરતા જાહેર કાર્યક્રમમાં સોંપો પડી ગયો હતો.નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ પર યુનિટી તો બન્યું પણ સ્થાનિકોને રોજગારી મળતી નથી. જિલ્લાનો વિકાસ થાય તે માટે સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ.શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવી જોઈએ.કેવડિયા વિસ્તારમાં જે રોજગારી મળે છે તે NGO અથવા એજન્સી મારફતે મળે છે જે બહારથી માણસો લાવે છે અને તેમનું પણ શોષણ કરે છે.સરદાર સરોવર ડેમનાં પાવરહાઉસમાં ફિટવેલ કંપનીનાં કર્મીઓ ૨૨દિવસથી આંદોલન કરી રહેલ છે તે કર્મીઓને હું સમર્થન આપું છું.

ભલે મારી સરકાર હોય પણ આ હકીકત છે કે,આ કંપની માત્ર ૭૦૦૦ રૂપિયા જ પગાર ચૂકવાય છે.મેં આ બાબતે મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીને મેં લેખિતમાં રજુઆત કરી છે.ગર્ભાવસ્થા દરમ્યાન બહેનો ભુવા જાગરિયા થી દુર રહેવા અપીલ કરી હતી.યુવાનો નશો કરવાથી દૂર રહે તો તંદુરસ્તી સારી રહે, કારણકે, દારૂ કેમિકલ વાળો આવે છે અને નશો અને વ્યસન કરવાથી યુવાનોની યુવાની ખતમ થઈ જાય છે. સ્તનપાન સપ્તાહ ઉજવણી દરમ્યાન સાંસદે આ ધડાકો કર્યો છે.તેઓએ જણાવ્યું હતું કે,જિલ્લાને વિકાસના માર્ગે લઈ જવો હશે તો રોજગારી આપવી પડશે.તો મીડિયાની સાથેની મુલાકાતમાં પણ આજ વાત સાંસદે દોહરાવી હતી.

Source: some change have been done in original post

ત્યારબાદ ૦૩-૦૮-૨૦૧૯ બપોર પછી સાગબારા તાલુકા નું દોદનવાડી ગામે ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવવાથી એક જ પરિવારની ૨ દીકરીઓ પ્રાથમિક શાળા ધોરણ ૪ અને ૮ માં અભ્યાસ કરતી વિધાર્થી ની ગાયત્રીબેન જસવંત ભાઈ વસાવા , સૈયનાબેન જસવંત ભાઈ વસાવા પાણી માં તણાઈ જઈ મૃત્યુ પામી હતી તેમના પરિવારને મુખ્ય મંત્રી રાહત ફંડ માંથી ૪ – ૪ લાખ ના ચેક કુલ ૮ લાખનાં ચેક મારા હાથે તથા જિલ્લા પંચાયતના માંજી પ્રમુખ મંજી ભાઈ વસાવાના હાથે ચેક આપવામાં આવ્યા.

આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સ્ટાફ , ગામનાં સરપંચ , તલાટી , ભાજપના આગેવાનો ફૂલસિંહભાઈ , ચંદ્રકાંત ભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા.

Mansukh Vasava, Mansukh Vasava news, Mansukh Vasava latest news, Mansukh Vasava biography, Mansukh Vasava photos, Mansukh Vasava videos, Mansukh Vasava news today,


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.