સાંસદ મનસુખ વસાવાએ મુક્યો પોલીસ અને સિવિલ તંત્ર પર ગંભીર આરોપ?

SHARE WITH LOVE
 • 63
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  63
  Shares

વાલિયા તાલુકાના એક નાનકડા ગામ ભૂલેશ્વરમાં એક આદિવાસી વૃદ્ધ જે ગાય ચરાવતો હતો. એની ઉપર નજીવી બાબતે કેટલાક રાજકીયવગ ધરાવતા લોકોએ ‘અહીંયા ગાય કેમ ચરાવે છે’. કહીને તીક્ષ્ણ હથિયાર વડે એ ગરીબ આદિવાસી પર હુમલો કરીને માથાના ભાગે કુહાડી જેવા હથિયાર વડે હુમલો કરીને હાથ પણ તોડી નાખ્યો હતો. જેને લઈ એ આ આદિવાસી પરિવાર રાજપીપલા ખાતે સારવાર માટે ગયો હતો. પરંતુ ત્યાંના સ્ટાફ દ્વારા પેહલા કેસ નોંધાવો પછી સારવાર કરીશું એમ જણાવ્યું હતું. પરંતુ ત્યાર બાદ આ પરિવારે સાંસદ મનસુખભાઈ વસાવાને જાણ કરતા રાજપીપલા સિવિલ સ્ટાફ દ્વારા સારવાર તો આપી પરંતુ ખાસ ધ્યાન ન અપાયું.

video and news Source:

ત્યાર બાદ એ દર્દી ને વડોદરા SSG માં ખસેડવામાં આવ્યા ત્યાં પણ ગંભીર હાલત છતાં રાત્રે ૧ વાગ્યે એ દર્દીને રજા આપી દેતા એ પરિવાર રાઝળતો થઈ ગયો હતો અને આ મજબુર પરિવાર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આવી ગયો હતો. જ્યાં સાંસદ મનસુખભાઈ વસાવાને જાણ થતાં તેઓ પણ ભરૂચ સિવિલ ખાતે આવી પહોંચ્યા હતા અને રાજપીપલા સિવિલ તેમજ પોલીસ પર ગંભીર આરોપ લગાવવા સાથે મુખ્યમંત્રીને પણ આ બાબત ની જાણ કરીને લાગતા વળગતા જવાબદાર અધિકારીઓ પર સખત પગલાં લેવા દિશા નિર્દેશ કર્યા હતા.

video and news Source:


SHARE WITH LOVE
 • 63
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  63
  Shares

Leave a Reply

Your email address will not be published.