નર્મદા ડેમની સપાટી 121.70 મીટરે પહોંચી : નર્મદામાં પાણીની આવક વધી 32874 ક્યુસેક પાણી

SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares

નર્મદા ડેમની સપાટી 121.70 મીટરે પહોંચી : નર્મદામાં પાણીની આવક વધી 32874 ક્યુસેક પાણીની આવક ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ : ઇન્દિરા સાગર અને ૐકારેશ્વર ડેમ ના ત્રણ ટર્બાઈનો શરૂ થતા પાણીની અવાક વધી છે.

નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ અને માધ્ય પ્રદેશના  ઇન્દિરા સાગર અને ૐકારેશ્વર ડેમ ના ત્રણ ટર્બાઈનો શરૂ થતા પાણીની અવાક વધી છે. નર્મદા ડેમની જળરાશીની આવકમાં 32 874 ક્યુસેક નોંધાવાની સાથે ડેમની સપાટી 121.70 મીટરે પહોંચી છે.

સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરવાસ માંથી પાણી આવક વધતા ડેમ સપાટી માં વધારો નોંધાયો છે. 24 કલાક માં 23 સેમી નો વધારો નોંધાયો છે, ગઈકાલે સપાટી 121.46 મીટરે હતી, જે સવારે ડેમ ની સપાટી 121.70 મીટર પર પહોંચી હતી. ત્યારે  ઉપરવાસ માંથી 32874 કયીસેક પાણી ની આવક થતી હતી બાદમાં આવક વધીને 32874 ક્યુસેક થઇ જતા દર કલાકે બે સેમીનો વધારો નોંધવા લાગ્યો હતો. આગાઉ વરસાદના પ્રથમ રાઉન્ડ માં નર્મદા ડેમની સપાટી 121.11 સુધી પહોંચી હતી આજે 121.70 મીટરે સૌથી વધુ સપાટી પર  છે.

હાલ ડેમ માં 1340 mcm પાણી નો લાઈવ સ્ટોરેજ જથ્થો છે જેને લઈને નર્મદા મુખ્ય કેનાલ માર્ગે ગુજરાત માં સિંચાઈ અને પીવા માટે 9207 ક્યુસેક પાણી  ચાલતું હતું જે વધારી ને 12272 ક્યુસેક કરી દેવામાં આવ્યું છે. નર્મદા બંધન કેનાલ હેડ પાવર હાઉસ ના 50 મેગા વોટના  3 ટર્બાઈનો હાલ ચાલે છે. જે 13840 ક્યુસેક પાણી ખર્ચ કરીને 2363 મેગાવોટ જેટલું ઉત્પાદન કરે છે.


SHARE WITH LOVE
 • 13
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  13
  Shares

Leave a Reply

Your email address will not be published.