નર્મદા જિલ્લાની ૧૬૬ પ્રા. શાળા મર્જ કરવાના નિર્ણય સામે રોષ

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

સરકાર દ્વારા નિર્ણય પાછો ન ખેંચાય તો આંદોલનની ચીમકી

શાળામાં બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો વધવા સંભવ

દેડિયાપાડા

નર્મદા જિલ્લામાં ૧૬૬ જેટલી પ્રાથમિક શાળાઓ મર્જ કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. તેમાં દેડિયાપાડા તાલુકાની ૪૧ પ્રાથમિક શાળાઓ, તિલકવાડા તાલુકાની ૩૮ પ્રાથમિક શાળાઓ, સાગબારા તાલુકાની ૦૯ પ્રાથમિક શાળાઓ, ગરૃડેશ્વર તાલુકાની ૩૪ પ્રાથમિક શાળાઓ અને નાંદોદ તાલુકાની ૪૪ પ્રાથમિક શાળાઓ મળી કુલ ૧૬૬ પ્રાથમિક શાળાઓ મર્જ કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. આ શાળાઓ એકથી ત્રીસ સંખ્યા ધરાવતી શાળાઓ છે. ઉપરોક્ત ૧૬૬ પ્રાથમિક શાળાઓ અને ગુજરાત રાજ્યમાં અસંખ્ય આવી શાળાઓ જે સરકારી છે તેને બંધ કરીને મર્જ કરવાનો સરકારનો નિર્ણય છે. તેનો વિરોધ નર્મદા જિલ્લામાં જ નહિં સમગ્ર ગુજરાત રાજ્યમાં થઇ રહ્યો છે. તા. ૨૧-૧૧-૧૯ના રોજ ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ બાબતે આવેદનપત્ર આપવામાં આવનાર છે. એમ ભારતીય ટ્રાયબલ કિસાન મજદુર સંઘ- ગુજરાત રાજ્યના પ્રમુખ ચૈતરભાઇ વસાવા અને ભીલીસ્તાન ટાઇગર સેના ગુજરાત રાજ્ય પ્રમુખ ધવલભાઇ ચૌધરી દ્વારા વિરોધ કરવામાં આવનાર છે. ગુજરાત સરકાર આ નિર્ણય પાછો નહિં લે તો આંદોલન કરવાની પણ ચીમકી તેમણે ઉચ્ચારી હતી.

ભારતીય ટ્રાયબલ કિસાન મજદુર સંઘ ગુજરાતના પ્રમુખ ચૈતરભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર નવી શાળાઓ ચાલુ નથી કરી શકતી અને જે છે. તેને પણ બંધ કરી દેવા માંગે છે. સરકાર બંધારણ વિરૃધ્ધ કાર્ય કરી રહી છે. બંધારણમાં જોગવાઇ છે કે, દરેક વ્યક્તિને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત મળવું જોઇએ. આદિવાસી બેલ્ટમાં જો આ શાળાઓ મર્જ કરી બંધ કરવામાં આવશે તો ડ્રોપ આઉટનો રેશિયો વધી જશે. નાની વયના બાળકો ત્રણ ચાર કિ.મી. દૂર શાળાએ જઇ શકશે નહિં. બાળકો માનસિક રીતે તુટી ભાગશે અને બાળકો શિક્ષણથી વિમુખ થઇ જશે.

Image:

Source:


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.