નર્મદા: જિલ્લાને આકાં‌ક્ષી જિલ્લા તરીકે ભારત સરકારે જાહેર કરેલ છે, બીજી બેઠક મળી

SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

ભારત સરકારે ગુજરાતના નર્મદા અને દાહોદ જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કર્યો છે.જેના ભાગ રૂપે સરકાર દ્વારા નર્મદા જિલ્લાના વિકાસ માટે વિશેષ પ્રયત્નો કરાઈ રહ્યા છે. ભરૂચ-નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ પોતાના મતવિસ્તાર ડેડીયાપાડાના વિકાસ માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં રજુઆત કરી હતી.

નર્મદા જિલ્લાને આકાં‌ક્ષી જિલ્લા તરીકે ભારત સરકારે જાહેર કરેલ છે , જેનાં ઝડપી અમલ માટે તા: ૨૭/૦૭/૨૦૧૯ ના રોજ નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ઈનરેકા ખાતે દેડિયાપાડા અને સાગબારા તાલુકાનાં સરપંચો, જિલ્લા – તાલુકા પંચાયતના સભ્યો , પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે સાંસદ મનસુખ વસાવાએ બેઠક રાખી હતી.

ત્યારબાદ આજ રોજ નર્મદા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બીજી બેઠક મળી.
જેમાં ,
૧)આરોગ્ય અને પોષણ
૨) શિક્ષણ
૩)ખેતીવાડી અને જળ સંસાધન
૪)નાણાકીય સમાવેશ અને કોશલ્ય વિકાસ
૫) માળખાગત સુવિધાઓ
જેમાં રોડ , રસ્તા , પીવાના પાણી, વિજળી, કરંટ વિશે વિસ્તૃતપૂર્વક ચર્ચા કરવામાં આવી.

આ બેઠકમાં છોટા ઉદયપુરના સાંસદ સભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા , પૂર્વ ધારાસભ્ય મોતીભાઇ વસાવા, પ્રવાસન વિભાગના ડાયરેક્ટર ગજેન્દ્રભાઈ , જિલ્લા વિકાસ અધિકારી, તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.


SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

Leave a Reply

Your email address will not be published.