સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી, ડેમની સપાટી 119.21 મીટર થતા ગુજરાતને રાહત ની સંભાવના

SHARE WITH LOVE
 • 24
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  24
  Shares

ગુજરાતમાં ઉનાળો બરાબરનો જામ્યો છે અને સાથે ઘણાં વિસ્તારોમાં પાણીની અછત અત્યારથી જ વર્તાઇ રહી છે. આ સ્થિતિમાં રાજ્ય માટે રાહતના સમાચાર આવ્યાં છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીનો મોટો જથ્થો છોડવામાં આવતા સરદાર સરોવરમાં ડેમની સપાટી 119.21 મીટર પહોંચતા ગુજરાત સરકારને પણ રાહતનો શ્વાસ લીધો છે. સરદાર સરોવરમાં પાણીનું સ્તર ઉંચે આવતાં હાલ ઉનાળામાં ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાનો ભય ટળ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 25 એપ્રિલના રોજ સરદાર સરોવર ડેમની સપાટી 104.45 મીટર હતી જેની સરખામણીએ ચાલુ વર્ષે પાણીની આવક 8405 ક્યુસેક રહેતા ડેમની સપાટી 119.21 મીટર પર પહોંચી છે. ગત વર્ષે આ સમયમાં પાણીની આવક 631 ક્યુસેક રહેતા ડેમની સપાટી 104.45 મીટર સુધી જ પહોંચી શકી હતી. ગત વર્ષે લાઇવ સ્ટોકનો જથ્તો 19 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયો હતો.

ઉલ્લેખનીય છે કે 5મી એપ્રિલે સરદાર સરોવર સ્થાપના દિવસે ડેમમાં પાણીના આવકમાં વધારો થવાન શરૂઆત થઇ હતી અને સપાટી 119.38 મીટર સુધી પહોંચી ગઇ હતી.  એ સમયે જેમની સપાટીમાં વધારો થતાં 5,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.


SHARE WITH LOVE
 • 24
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  24
  Shares

Leave a Reply

Your email address will not be published.