નવસારી : 25 હજાર આદિવાસીઓની નીકળી વિશાળ રેલી અને અપાયું આવેદન

SHARE WITH LOVE
 • 449
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  449
  Shares

નવસારીમાં આદિવાસી સમાજની મહિલાઓની સશક્તિકરણ અને વ્યસન મુક્તિ મુદ્દે મહારેલી.

ભારતની હારમાળાઓ બનાવતો એક્સપ્રેશ હાઇવે આદિવાસી વિસ્તારની જમીનની છાતીઓ ચીરીને પસાર થવાની કામગીરીઓ શરૂ થતા નવસારી જિલ્લાના આદિવાસીઓએ વિરોધ નોંધાવી ચીખલી તાલુકામાં 25 હજાર આદિવાસી ભાઈ બહેનો ભેગા થઈ\વિશાળ રેલી કાઢીને ચીખલી તાલુકા મામલતદારને આવેદન પાઠવ્યું હતું.

નવસારીમાં આદિવાસી સમાજની મહિલાઓની સશક્તિકરણ અને વ્યસન મુક્તિ મુદ્દે મહારેલી.

Posted by Anant Patel Mla on Sunday, 3 February 2019

સુરતથી લઈને નાસિક અને અમદાવાદને જૉડાતાઓ એક્સપ્રેશ હાઇવે ભારતમાલા પ્રોજેક્ટની કામગીરીઓ શરુ થઇ ગઈ છે જેના માટે પીળા કલરના ખૂંટાઓ પણ લગાવી દેવામાં આવ્યા છે જેમાં નવસારી જિલ્લાના ૬૧ ગામોના ખેડૂતોની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં સંપાદન થવાની છે.

ત્યારે આદિવાસી વિસ્તાર ગણાતા ચીખલી અને વાંસદા તાલુકાના ૨૩ ગામોના આદિવાસીઓની જીવાદોરી સમાન અને પેટિયું રડી આપતી જમીન જવાને લઈને આદિવાસીઓ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ નોંધવી રહ્યા છે જેમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ 25 હજાર જેટલા આદિવાસી પરુષ અને મહિલાઓ આક્રમકઃ મૂડમાં આવીને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી ભારત માલા પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ જોતા ડાંગ જિલ્લાનું મુલાકાતે આવેલા મુખ્ય મંત્રી એ ભારત માલા પ્રોજેક્ટને હાલ પુરતો મોકૂફ રાખવાની જાહેરાત કેવામાં આવી હતી.


SHARE WITH LOVE
 • 449
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  449
  Shares

Leave a Reply

Your email address will not be published.