ભરૂચ, પંચમહાલ બેઠક પર BJP ને સરળ વિજયની આશા, દાહોદ અને છોટાઉદેપુર બેઠક તિવ્ર રસાકસી

SHARE WITH LOVE
 • 55
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  55
  Shares

લોકસભાની મધ્ય ગુજરાતની પાંચ બેઠકોની ચૂંટણીમાંથી ત્રણ બેઠકો ઉપર ભાજપનો ઘોડો વિનમાં રહેશે તેવી આશા ભાજપના નેતાઓ રાખે છે. જેમાં વડોદરા, ભરૂચ અને પંચમહાલ બેઠકનો સમાવેશ થાય છે. બીજી તરફ આદિવાસી મતદારો ધરાવતી દાહોદ અને છોટાઉદેપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તિવ્ર રસાકસી રહે તેવું ચિત્ર હાલ ઉપસી રહ્યું છે. આ બંને બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે પણ હકીકતમાં કોણ જીતશે એ તો સમય જ કહેશે. છોટાઉદેપુર બેઠક ઉપર બંને ઉમેદવારો નવા છે. મોહનસિંહ રાઠવાની આદિવાસી મતદારો ઉપરની પકડનો આધાર કોંગ્રેસે રાખ્યો છે. ભાજપે આ બેઠકમાં હાલોલ, ડભોઇ, પાદરા જેવા વિધાનસભા મત વિસ્તારોના મતદારો ઉપર મદાર રાખ્યો છે. ભૂતકાળની ચૂંટણીમાં આ મત વિસ્તારોએ પરિણામ ભાજપ તરફી લાવવામાં મદદ કરી હ.

ભરૂચમાં કોંગ્રેસ – બીટીપીના મત વિભાજનનો લાભ ભાજપને થઈ શકે

ભરૂચ લોકસભાની બેઠક પર ભાજપના મનસુખ વસાવાની સામે ભારતીય ટ્રાઈબલ પાર્ટી(બીટીપી)ના છોટુ વસાવા અને કોંગ્રેસના યુવાન ઉમેદવાર શેરખાન પઠાણ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. ભૂતકાળનો અનુભવ છેકે , ત્રિપાંખિયા જંગમાં ભાજપને જ ફાયદો થતો હોય છે. આદિવાસીઓ અને મુસ્લિમોના મતનું વિભાજન ભાજપને જ છેવટે ફાયદો કરાવતું હોય છે.બીજી તરફ ભરૂચ, અંકલેશ્વરના શહેરી મતદારોનો એક વર્ગ મોટા ભાગે ભાજપ તરફી જ મતદાન કરતો હોય છે. જો કે, મુસ્લિમોના પોકેટ ઉપર કોંગ્રેસને મોટો આધાર છે.

પંચમહાલ : જ્ઞાતિ સમીકરણનો લાભ લેવા દોડધામ

ભાજપે લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે રતનસિંહને ટિકિટ ન આપતા તેણે બળવો કર્યો હતો. જોકે વિજયી થતાં જ ભાજપને ટેકો જાહેર કરી દીધો હતો. તેમને ટિકિટ આપવા પાછળનું ભાજપનું ગણિત આ લોકસભા મત વિસ્તારના ક્ષત્રિય અને ઓબીસી મતો મેળવવાનું છે. બીજી તરફ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટના પિતા વી.કે.ખાંટને કોંગ્રેસે ટિકિટ આપી છે. આ બેઠકના ઓબીસી અને મુસ્લિમો સહિતના વર્ગના મતદારો ઉપર કોંગ્રેસ આધાર રાખે છે.

દાહોદ બેઠક પર આદિવાસી મત મેળવે તેને ફાયદો

દાહોદ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર રસાકસીના એંધાણ છે. કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારા ભૂતકાળમાં ૨ વખત ભાજપની ટિકિટ ઉપર સાંસદ તરીકે ચૂંટાયા હતા. કોંગ્રેસે આ વખતે દાહોદની ટિકિટની જાહેરાત સૌથી છેલ્લે કરી હતી. જો કોંગ્રેસ જૂથબંધીને ભૂલી એક થઇને ચૂંટણી જંગ ખેલે તો ભાજપને હંફાવી શકે તેમ છે. ભાજપનું માઇક્રો પ્લાનિંગ તેની સફળતા માટે મહત્ત્વનું હોય છે. સાંસદ જશવંતસિંહ ભાભોરની તરફેણમાં સ્માર્ટ સિટીમાં દાહોદના સમાવેશ થઇ લઇને મેડિકલ કોલેજ વગેરે જેવા પાસાનો સમાવેશ થાય છે.

વડોદરા બેઠક લોકસભામાં મતની ટકાવારી

વર્ષ                ભાજપ       કોંગ્રેસ

૨૦૧૪( પેટા)    ૭૧.૯૩      ૨૬.૯૪

૨૦૧૪             ૭૨.૭૫      ૧૫.૩૫

છોટાઉદેપુર લોકસભા મતની ટકાવારી

વર્ષ                ભાજપ       કોંગ્રેસ

૨૦૧૪             ૫૫.૨૪      ૩૮.૯૧

દાહોદ લોકસભા મતની ટકાવારી

વર્ષ               ભાજપ        કોંગ્રેસ

૨૦૧૪            ૫૬.૭૭       ૩૧.૧૮

પંચમહાલ લોકસભા મતની ટકાવારી

વર્ષ              ભાજપ        કોંગ્રેસ

૨૦૧૪           ૫૪.૪૫       ૩૬.૧૭

ભરૂચ લોકસભા બેઠક મતની ટકાવારી

વર્ષ              ભાજપ        કોંગ્રેસ

૨૦૧૪           ૫૧.૭૭       ૩૭.૩૨

બેઠકનું નામ પક્ષ

વડોદરા

રંજનબેન ભટ્ટ    ભાજપ

પ્રશાંત પટેલ       કોંગ્રેસ

ભરૂચ

મનસુખ વસાવા  ભાજપ

શેરખાન પઠાણ  કોંગ્રેસ

છોટુ વસાવા     બીટીપી

દાહોદ

જશવંત ભાભોર  ભાજપ

બાબુ કટારા      કોંગ્રેસ

છોટાઉદેપુર

ગીતાબેન રાઠવા    ભાજપ

રણજિતસિંહ રાઠવા   કોંગ્રેસ

પંચમહાલ

રતનસિંહ રાઠોડ   ભાજપ

વી.કે.ખાંટ         કોંગ્રેસ

source:


SHARE WITH LOVE
 • 55
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  55
  Shares

Leave a Reply

Your email address will not be published.