બારડોલી:માં મતદારો કોંગ્રેસને પાછી બેઠી કરશે કે ભાજપનાં પ્રભુ પર હેત વરસાવશે ?

SHARE WITH LOVE
 • 117
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  117
  Shares

વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી આદિવાસી બેઠક બારડોલી પર શું આ વખતે મતદારો ભાજપનાં ઉમેદવાર પ્રભુ વસાવા પર હેત વરસાવશે કે પછી કોંગ્રેસનાં ઉમેદાવાર તુષાર ચૌધરીને જીતાડશે ?

વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી આદિવાસી બેઠક બારડોલી પર શું આ વખતે મતદારો ભાજપનાં ઉમેદવાર પ્રભુ વસાવા પર હેત વરસાવશે કે પછી કોંગ્રેસનાં ઉમેદાવાર તુષાર ચૌધરીને જીતાડશે ? ભારત દેશની આઝાદી સાથે વર્ષ ૧૯૬૨માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમા સુરત અને તાપી જિલ્લાનાં પૂર્વપટ્ટીનાં આદિવાસી વિસ્તાર ધરાવતી માંડવી લોકસભા બેઠક કે જેને વર્ષ ર૦૦૯માં નવા સીમાંકન બાદ બારડોલી (અ.જ.જા) બેઠક બની હતી. તેના પર સળં ૯ વખત ૧૯૯૮ સુધી કોંગ્રેસ વિજેતા બની હતી.

જ્યારે વર્ષ ૧૯૯૯ અને વર્ષ ર૦૧૪માં ભાજપે વિજય મેળવ્યો હતો. વર્ષ ર૦૦૪ અને ર૦૦૯માં કોંગ્રેસનાં વિજેતા ડો.તુષાર ચૌધરીને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું હતું. નવા સીમાંકન બાદ શહેર વિસ્તાર ઉમેરાતા બારડોલી બેઠક ભાજપ માટે સલામત બની ગઈ છે.

એક સમયે ગુજરાત કોંગ્રેસમાં સ્વ.ઝીણાભાઈ દરજીનો અને માજી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો દબદબો હતો. ૧૯૭૭માં દેશનાં વડા પ્રધાન સ્વ.ઈન્દીરા ગાંધી હારી ગયા હતા પરંતુ સ્વ. છીતુભાઈ ગામીત ૩૯૬૦૩ મતથી વિજેતા બન્યા હતા. ૧૯૭૭થી ૧૯૯૮ સુધી સતત સાત ટર્મ સુધી સ્વ. છીતુ ગામીતે માંડવી બેઠક પરથી કોંગરેસનું પ્રતિધિત્વ કર્યુ હતું.

વર્ષ ર૦૧૪માં ગુજરાતની તમામ ર૬ બેઠક પર ભાજપ વિજેતા બની હતી. જેમાં કોંગ્રેસનાં ધારાસભ્ય પ્રભુ વસાવા ભાજપમાં જોડાઈ જઈ ૧પ દિવસમાં બારડોલી બેઠકનાં ઉમેદવાર બની ૧,૨૩,૮૮૪ મતથી વિજેતા બન્યા હતા.
બારડોલી લોકસભા બેઠક પર કુલ 1826189 મતદારો છે જેમાં 934538 પુરુષ મતદારો છે જ્યારે 891631 મહિલા મતદારો છે.

કોની-કોની વચ્ચે જંગ છે ?
ડો. તુષાર ચૌધરી ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનાં પુત્ર છે. વર્ષ ર૦૦૯માં લોકસભા બેઠકનું સીમાંકન થતા માંડવી બેઠકને બારડોલી (અ.જ.જા) નામ આપી સુરત શહેર વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ ર૦૦૯માં ફરીથી ડો.તુષાર ચૌધરી વિજેતા બની કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ હતું. વર્ષ ર૦૦૪ અને ર૦૦૯માં કોંગ્રેસનાં વિજેતા ડો.તુષાર ચૌધરીને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ ચાલુ સાંસદ પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે. 2014ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસમાંથી ભાજપમા જોડાયા હતા અને સાંસદ તરીકે ચૂંટાયા હતા. નવા સિમાંકન બાદ શહેરી વિસ્તાર ભળતા ભાજપ માટે આ બેઠક સલામત બનતી જોવા મળે છે.

બારડોલી બેઠકનાં જાતિગત સમીકરણો ?
આ બેઠક અનુસૂચિત જનજાતિ એટલે તે આદિવાસી માટે અનામત બેઠકે છે. આ બેઠક પર ગામિત (2.25 લાખ મતો), ચૌધરી (2.15 લાખ મતો), વસાવા (2.10 લાખ મતો), હળપતિ (1.75 લાખ મતો), મુસ્લિમો (1.10 લાખ મતો), સૌરાષ્ટ્રવાસીઓ (3.50 લાખ મતો) અને પાટીદારોનાં 75,000 જેટલા મતો છે.

બારડોલી લોક સભા વિસ્તારમાં શું સમસ્યાઓ છે ?
વર્તમાન સાંસદનાં કામથી કેટલાક વિસ્તારમાં સ્થાનિક લોકોની નારાજગી છે. સાંસદે દત્તક લીધેલા ગામમાં યોગ્ય કામ ન થયુ હોવાની ફરિયાદો પણ મળે છે. શિક્ષિત યુવોનોની બેરોજગારી અને આદિવાસીઓને ગામડાઓમાંથી કરવા પડતા સ્થળાંતરની સમસ્યા પણ ખરી.

અનુમાન:
2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ સાત વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ ત્રણ બેઠકો જીત્યું હતુ જ્યારે ભાજપે ચાર બેઠક પર વિજય મેળવ્યો હતો. ગુજરાત સરકારનાં બે કેબિનેટ મંત્રીઓ-ગણપત વસાવા અને ઇશ્વર પરમાર આ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. સીમાંકન બાદ ભળેલો શહેરી વિસ્તાર ભાજપને મદદ કરે છે. કોંગ્રેસ માટે આ બેઠક જીતવા માટે ખૂબ મહેનત કરવી પડશે. પરંતુ આદિવાસી આંદોલન ને ચડવાડોનો સીધો ફાયદો કોંગ્રેસ ને થતો દેખાય રહ્યો છે આ વિસ્તાર આદિવાસી બહુમત ધરાવે છે, જેથી કોંગ્રેસ બાજી મારીજાય એ વાતને નકારી ન સકાય.


SHARE WITH LOVE
 • 117
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  117
  Shares

Leave a Reply

Your email address will not be published.