4000 બાળકોની ક્રિસમસ ઈશા-નીતા અંબાણીએ બનાવી યાદગાર, કાર્નિવલનું કર્યું આયોજન

SHARE WITH LOVE
 • 18
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  18
  Shares

ચારેબાજુ ક્રિસમસનો હર્ષોલ્લાસ અને આનંદ છે. દુનિભરના દેશોમાં હાલ ઉજવણી અને વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. એવામાં હંમેશા ખુશીઓ વહેંચવામાં માનતા નીતા અંબાણીને કેમ ભૂલી શકાય? બુધવારે મુંબઈ સ્થિત રિલાયન્સના જિયો વન્ડરલેન્ડને ખુલ્લું મૂકીને નીતા અંબાણી અને દીકરી ઈશા અંબાણી પિરામલે બાળકોમાં ખુશીઓ વહેંચી હતી.

જિયો વન્ડરલેન્ડ ઈન્ટરનેશનલ કાર્નિવલની થીમ પર આધારિત છે. જેમાં દરેક માટે કંઈક ને કંઈક છે. ડ્રોન શો, કારુસેલ (ચગડોળ), જાદુના ખેલ, ટ્રેમ્પોલિન પાર્ક વગેરે છે. અહીં સાન્તા ક્લોઝ સાથે મળવાનું અને તસવીરો ક્લિક કરાવવાનું બૂથ પણ છે. ત્યારે ક્રિસમસ પર ઈશા અને નીતા અંબાણી પાંચ દિવસ લાંબા કાર્નિવલનું આયોજન કર્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશનના નેજા હેઠળ આયોજિત આ કાર્નિવલમાં 4,000 અન્ડરપ્રીવિલેજ (વંચિત) બાળકોએ ભાગ લીધો. બાળકો અલગ અલગ એનજીઓમાંથી આવ્યા હતા. આ ઉપરાંત અહીં બાળકો માટે પરેડ પણ યોજાઈ હતી.

કાર્નિવલમાં નીતા અંબાણીએ ગ્રીન પોલ્કા ડોટ ટોપ અને જિન્સ પહેર્યું હતું. જ્યારે ઈશા અંબાણી પિરામલ લાલ રંગના ડ્રેસમાં જોવા મળી હતી. ‘રિસાઈકલફોરલાઈફ ક્રિસમસ ટ્રી’ની લાઈટ્સ ચાલુ કરીને નીતા અને ઈશા અંબાણીએ કાર્નિવલની શરૂઆત કરી હતી.

કાર્નિવલમાં નીતા અંબાણી અને ઈશા અંબાણી પિરામલે બાળકોને ગિફ્ટ આપી હતી. તેમની સાથે સમય વિતાવ્યો હતો. બાળકોએ પણ પોતાનું ટેલેન્ટ બતાવીને નીતા અંબાણી અને ઈશા અંબાણીનું મનોરંજન કર્યું હતું. જિયો વર્લ્ડ ગાર્ડન BKCમાં આ કાર્નિવલ 29 ડિસેમ્બર સુધી ચાલશે.

Source:


SHARE WITH LOVE
 • 18
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  18
  Shares