નહીં ચાલે કોઇ બહાનું, જાણી લો તમામ ટ્રાફિક દંડની રકમ

SHARE WITH LOVE
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares

ભારત સરકારે થોડા દિવસ પહેલા જ નવા મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરીને નવા નિયમો લાગૂ કરી દીધા હતા, પરંતુ ગુજરાતમાં આ એક્ટના તમામ નિયમો લાગુ કરવામાં આવ્યા નહોતા, લોકો નવા ટ્રાફિક દંડની રકમને ધ્યાનમાં રાખીને પૂરતી તૈયારી કરી લે તે માટે ગુજરાત સરકારે હેલમેટ, PUC અને HSRP નંબર પ્લેટ જેવા નિયમોમાં થોડી રાહત આપી હતી, પરંતુ શુક્રવારથી આ બધા નિયમો લાગુ થઇ જશે અને તમે જો ગાડીના તમામ કાગળ તૈયાર ન રાખ્યા હોય અને હેલમેટની વ્યવસ્થા ન કરી હોય તો નવા દંડની રકમની જાણકારી ફરી એકવાર જોઇલો…

ગુજરાત સરકારે નવા મોટર વ્હીકલ એક્ટની 50 કલમોમાં ફેરફાર કર્યો છે અને દંડની રકમમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

નવા નિયમ મુજબ હવે લાયસન્સ નહીં હોય તો ટુવ્હીલર ચાલકને 2000 રૂપિયા અને ફોરવ્હીલર ચાલકને 3000નો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય હેલમેટ વગર ગાડી ચલાવનારાને 500 રૂપિયા ભરવા પડશે. કારચાલકે સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય તો 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

રાજ્ય સરકારે કર્યો મોટર વ્હીકલ એક્ટમાં સુધારો

ડિજીટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ, હાર્ડ કોપી સાથે ન હોય તો ચાલશે

રસ્તા પર પૂર ઝડપે બાઈક ચલાવવા સામે સખતાઈથી કામ લેવાશે

લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને 3000 સુધીનો દંડ

જાહેરમાં રેસ કરવા પર 5000હજાર દંડ

હેલમેટ ન પહેરનારને 500નો દંડ

Rc બુક અને વીમો ન હોય તો 500નો દંડ

બીજી વખત પકડાયા તો 1000 દંડ

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર 1000ના સ્થાને 500 દંડ કરાયો

સીટ બેલ્ટ ન પહેર્યો તો 500 દંડ

બાઈક પર થ્રી સીટર પર દંડ નથી રાખ્યો પણ બને તો બે લોકોએ જ વાહન પર સવાર થવું

એમ્બ્યુલન્સને જગ્યા ના આપો તો પણ દંડ


SHARE WITH LOVE
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares

Leave a Reply

Your email address will not be published.