નર્મદા: ચાપડના લોકો દર્દીઓને ઝોળીમાં લઇ જવા મજબૂર

SHARE WITH LOVE
 • 34
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  34
  Shares

આઝાદીનાં 72 વર્ષ બાદ પણ અંતરિયાળ ગામોમાં પાયાની સુવિધાનો અભાવ કોઈ પણ

પ્રાથમિક સુવિધાઓ ગામોમાં નથી

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફોર લેન રસ્તાઓ આધુનિક સગવડો પ્રવાસીઓ માટે ઉભી કરવામાં આવી ત્યારે આ વિસ્તારમાં હજુ એવા ગામો છે કે, જ્યાં કોઈ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ નથી. આવું જ ગામ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાનું ચાપડ છે. આ ગામ ગુલવાણી પછી જંગલ વિસ્તારમાં આવેલું છે. ત્યારે ગુલવાણીથી ચાપડ સુધીનો ચાર કિલોમીટર સુધીનો રસ્તો બન્યો ન હોવાથી પારાવાર મુશ્કેલીઓનો સામનો ચાપડ ગામના ગ્રામજનોને કરવો પડે છે. જ્યારે કોઈ બીમાર પડે છે ત્યારે તેઓ ચાપડથી ગુલવાણી સુધી ચાર કિલોમીટર સુધી બીમાર દર્દીને ઝોળીમાં લઈને આવવું પડે છે. કારણ કે તેમના ગામ સુધી રસ્તો ન હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ તેમના ગામ સુધી આવતી નથી અને ગુલવાણી સુધી જ આવે છે તેવું ગ્રામજનોનું કહેવું છે .ગામ લોકોનું કહેવું છે કે ગામલોકોઅે અનેક વાર રસ્તો બનાવવા માટે રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવ્યા ગ્રામજનોની માંગ છે કે તેઓને વિકાસથી વંચિત રહ્યા છે રસ્તો ન હોવાના કારણે ત્યારે તાત્કાલિક અસરથી અહીંયા રસ્તો બનાવવામાં આવે એવું ગામ લોકોનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે આ રસ્તો એટલો ખરાબ છે કે મોટરસાયકલ લઈ જવું પણ અઘરું પડે છે.કારણ કે ઉંચા ઢાળ વાળો રસ્તો છે.જેના કારણે ગ્રામજનોને ઘણી તકલીફો પડી રહી છે ત્યારે ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે ગામમાં રસ્તો બનાવવામાં આવે.
જંગલ વિસ્તારના લોકોની સ્થિતિમાં સુધારો કરો
આજે આઝાદીને આટલા વર્ષો થયા પણ ચાપટ ગામમાં પાકા રસ્તા નથી. આવા કેટલાય અંતરિયાળ ગામો છે જ્યાં જવા પાકો રસ્તો નથી. જેથી સરકારની વિકાસના મોડલની મોટી મોટી જાહેરાતો અહીંની સ્થિતી જોતાં નઠારી નિવડે છે. જ્યાં અંતરિયાળ વિસ્તારોમાં રસ્તાના અભાવે વાહનો આવી ન શકતાં દર્દીઓને ઝોળી બનાવી લઇ જવું પડે છે. જેથી પહેલા જંગલ વિસ્તારોના લોકોની સ્થિતિ સુધારો એવી માંગ અમારી છે.-વીરસિંગ વસાવા, સ્થાનિક, ચાપડ ગામ

Source:


SHARE WITH LOVE
 • 34
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  34
  Shares