બિનસચિવાલય પરીક્ષા કૌભાંડ- જે પરીક્ષાર્થી હાજર જ નથી તેને CCTVમાં કેદ થવા મામલે નોટીસ

SHARE WITH LOVE
 • 21
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  21
  Shares

 • પરીક્ષામાં હાજર જ ન હતો તેવા ઉમેદવારને મળી નોટીસ
 • CCTVમાં કેવી રીતે કેદ થયો ગેરહાજર ઉમેદવાર?
 • તપાસ કે હેરાનગતી?

સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા આ મામલે છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરમાં વિવિધ આંદોલનો થઈ રહ્યા છે તેમજ આજે કોંગ્રેસ ધારાસભ્યોએ પણ આ મુદ્દે વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કરતા સમગ્ર જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા ટોક ઓફ ધી ટાઉન બની રહી છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામ ના અપુર્વ પટેલ પોતે બસ કંડકટર હોવાના પગલે રજા ન મળતા આ પરીક્ષામાં હાજર રહી શકયા ન હતા જોકે તેમના ઘરે ગાંધીનગરથી ગેરરીતિ મામલે હાજર રહેવાનું ફરમાન થતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયું છે.

  શું છે ઘટના

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામ ના અપુર્વ પટેલ બોટાદ હિંમતનગર બોટાદ બસમાં કંડકટર તરીકે ફરજ બજાવે છે તેમ જ પરીક્ષાની તારીખે તેમને રજા ન મળતા તેમની ઉમેદવારી કરી ન હતી આ દિવસે સવારે બેગ નંબર 219 થકી બસ માં નોકરી શરૂ કરી હતી તેમજ બકલ નંબર 5520 ના ડ્રાઈવર સાથે બસ નંબર gj 18 z 6007 થી બોટાદ થી હિંમતનગર આવી પરત બોટાદ ગયા હતા. 

હાજર નહીં રહે તો થશે ફોજદારી કાર્યવારી

આ દરમિયાન ગતરોજ બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગની પરીક્ષા મુદ્દે તેમને પોતાના વતનમાં નોટિસ મળી શકે આગામી 9 તારીખે સેક્ટર 10 ગાંધીનગર ખાતે લેખિત પરીક્ષામાં ગેરરીતિ આચરવા મામલે હાજર રહેવાની વાત કરવાની સાથોસાથ હાજર ન રહે તો ફોજદારી કાર્યવાહીની પણ ધમકી ભરી નોટિસ પાઠવતા પરિવારજનો સહિત સમગ્ર ગામ અને વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયું છે. 17 તારીખે હાજર ન થતા ફોજદારી કાર્યવાહીનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. 


તપાસ કે હેરાનગતી

સામાન્ય રીતે બિન સચિવાલય ની પરીક્ષા થી લઇ આજ દિન સુધી વિવિધ જગ્યાએ ગેરરીતિઓ સહિત પેપર લીક થવાનો મામલો પણ છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાજ્યમાં સેવાળા થી સુધી પહોંચી રહ્યું છે ત્યારે આજે ઉમેદવારી વિના નોટિસ પાઠવવા ની વાત આવતા ક્યાંકને ક્યાંક ઉમેદવારની જગ્યાએ અન્ય ઉમેદવાર સીસીટીવીમાં ઝડપાયા હોવાના વાતને વધુ પ્રાધાન્ય તે મળી રહી છે જેના પગલે ગેરરીતિ થઈ હોવાની વાત પણ હવે ધીરે ધીરે શંકાના દાયરામાં આવી રહી છે


SHARE WITH LOVE
 • 21
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  21
  Shares