શિક્ષણ લજવાયુ ધોરણ 10ની પુરક પરીક્ષામાં 48 હજારમાંથી 2 હજાર વિદ્યાર્થી જ પાસ?

SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

રાજ્યમાં દિવસે ને દિવસે શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. શિક્ષણની સ્થિતિ સુધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતા પ્રયાસો નિષ્ફળ થતા હોય તેવુ લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, રાજ્યમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ગણિત વિષયમાં મોટાભાગના વિદ્યાર્થીઓ નાપાસ થઇ રહ્યા છે. આ નાપાસ થનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.

ફરી એકવાર શિક્ષણ તંત્ર લજવાય તેવું પરિણામ ધોરણ 10ની પૂરક પરીક્ષાનું આવ્યું છે. એક રીપોર્ટ અનુસાર, મંગળવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 10ની પૂરક પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં સૌથી નબળું પરિણામ ગણિત વિષયનું આવ્યું છે. ગણિત વિષયનું પરિણામ 4.28 ટકા જ આવ્યું છે. જુલાઈ મહિનામાં રાજ્યના કુલ 48,743 પરીક્ષાર્થીઓએ ગણિતની પરીક્ષા આપી હતી, તેમાથી માત્ર 2,089 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે.

ગણિત વિષય પછી વિજ્ઞાન વિષયમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. રાજ્યના 46,656 વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજીનું પેપર આપ્યું હતું અને આ વિષયમાં 12,297 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. આ બાબતે નિષ્ણાતોનું કહેવું એવું છે કે, ગણિત વિષયનું પેપર અઘરું કાઢવામાં આવ્યું હોવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

એક તરફ બે વર્ષથી ધોરણ 10માં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ઉપરથી આ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા NCERTનો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવ્યો છે. જો શિક્ષણ વિભાગ દ્વારા આમ જ અઘરા પેપર કાઢવામાં આવશે તો વિદ્યાર્થીઓની મુશ્કેલીઓમાં સતત વધારો થતો રહેશે.


SHARE WITH LOVE
 • 9
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  9
  Shares

Leave a Reply

Your email address will not be published.