દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ બાબતે કંપનીને કોર્ટમાં રૂપિયા 25 કરોડ જમા કરાવવા આદેશ

SHARE WITH LOVE
 • 110
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  110
  Shares

 • શું પર્યાવારના ની મંજુરી મેળવી હતી?
 • આટલું સ્ફોટક માત્રામાં કેમિકલ કેમ રખાયું ?
 • ભરુચના દહેજની કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના 
 • 40 જેટલા કર્મચારીએ ઘાયલ થયા 
 • ભાવનગરના કુડા ગામ સુધી સંભળાયો અવાજ 

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં તપાસ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમિતિની રચના કરવામાં આવી છે. એનજીટીએ કંપનીને કોર્ટમાં રૂપિયા 25 કરોડ જમા કરાવવા આદેશ કર્યો છે. સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટમાં દસથી વધુ કામદારોના મોત મુદ્દે શ્રમિક કામદાર કલ્યાણ સંઘ તથા ભરૂચ જિલ્લા માછીમાર સમાજના ઉપક્રમે કલેકટરને આવેદનપત્ર પાઠવી કામદારોને યોગ્ય વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે.

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં સર્જાયેલ હોનારત મુદ્દે શ્રમિક કલ્યાણ સંઘે આપેલાં આવેદનપત્રમાં જવાબદારો સામે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.કામદારોને સેફ્ટીના સાધનો અપાયા હતા કે કેમ? કામદારોને સેફટીની ટ્રેનીંગ અપાઈ હતી કે કેમ? જેવી બાબતો માટે પણ તપાસ માટે રજૂઆત કરવામાં આવી છે. કંપની દ્વારા મૃતકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે જોકે મૃતક કામદારના પરિવારજનો 16 લાખ રૂપિયાના હકદાર હોવાનું જણાવવામાં આવ્યું છે.. સાથે જ ગુજરાત રાજ્ય સરકાર તરફથી આંધ્ર પ્રદેશની સરકારની જેમ એક કરોડ રૂપિયાનો સહાય પેકેજ કામદારો માટે જાહેર કરવા રજૂઆત કરી હતી.


SHARE WITH LOVE
 • 110
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  110
  Shares