OBC અનામતમાં 1900 જાતિઓને અલગથી 10% ક્વોટા આપવાની તૈયારી?

SHARE WITH LOVE
  • 58
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    58
    Shares

OBC રીઝર્વેશન યોગ્ય રીતે લાગુ થયેલ છે કે નહીં અને તેનો લાભ બધી જાતિઓ સુધી પહોંચે છે કે નહીં?  આ પ્રશ્નોના તપાસ માટે રચાયેલી કમિશન ઑફ એક્ઝમિન સબ-કેટેગરીઇઝેશન ઓફ OBC ટૂંક સમયમાં જ OBC રિઝર્વેશનની અંદર કેટલાક વિશિષ્ટ જાતિઓ માટે 8-10% અલગ અનામતની માગ કરી શકે છે. કમિશન રિપોર્ટ મુજબ OBCની 1900 એવી  જાતિઓ છે જેમણે  રિઝર્વેશનનો લાભ મળ્યો નથી.

કમિશનને જાણ થઇ છે કે કેન્દ્ર સરકારની યાદીમાં 2,633 OBC જાતિઓ છે, જેમાંથી 1,900 જેટલી જાતિઓ છે, જેમણે 27% આરક્ષણનો લાભ નથી મળ્યો.   આ જાતિઓ સાથે સંબંધ રાખનારા 3% થી ઓછા લોકો OBC રિઝર્વેશન દ્વારા નોકરીઓ મળી છે. 2 ઑક્ટોબર 2017 ના રોજ કેન્દ્ર સરકારે રિટાયર્ડ જસ્ટિસ જી. રોહિનીની અધ્યક્ષતામાં કમિશન રચ્યું હતું. આ કમિશનને ઘણી વાર એક્સ્ટેંશન મળ્યું છે અને 31 મે તેના કાર્યકાળનો અંત છે. એક અંગ્રેજી પત્રકારે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે કમિશનની રિપોર્ટ પૂર્ણ થઈ છે અને OBC રિઝર્વેશનમાં અલગ અલગ ક્વોટાની માગ છે.

આ રિપોર્ટ અનુસાર પછાત જાતિઓમાં મળનારા અનામતમાં ઘણી અસમાનતા છે. OBC વર્ગની માત્ર 25 ટકા જાતિઓ જ 97 ટકા રિઝર્વેશનનો ફાયદો ઉઠાવી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે OBCની 983 જાતિઓને અનામતનો કોઈ લાભ મળ્યો નથી જ્યારે 994 જાતિઓ રિઝર્વેશનનો ફક્ત 2.68 ટકા જ લાભ મેળવે છે. એટલે કે લગભગ 1900 જાતિઓ આવી છે જેમને 3% પણ લાભ થયો નથી.


SHARE WITH LOVE
  • 58
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    58
    Shares

Leave a Reply

Your email address will not be published.