હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા આગામી 6થી 8 મહિનામાં અમદાવાદમાં દોડશે 300થી વધુ ઈ-બસ

SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

પ્રદૂષણની સમસ્યા મોટાભાગના શહેરો માટે પડકાર રૂપ સાબિત થઈ રહી છે, ત્યારે વાહનોના ધુમાડાથી થતા પ્રદૂષણને અટકાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રયાસો શરૂ કર્યા છે. હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદના રસ્તાઓ પર ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું નક્કી કર્યું છે. આ ઇલેક્ટ્રિક બસના કારણે અમદાવાદ મહાનગરપાલિકાને પ્રદુષણ અટકાવવામાં સફળતા મળશે અને સાથે સાથે આર્થીક ફાયદો થશે. AMC દ્વારા 300 જેટલી ઇલેક્ટ્રિક બસોનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.

આ ઇલેક્ટ્રિક બસ શરૂ કરવાના નિર્ણય અંગે તંત્રનો દાવો છે કે, આગામી 8 વર્ષ સુધી અમદાવાદના રસ્તા પર ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે, તો તંત્રને 162 કરોડ રૂપિયાનો ફાયદો થશે અને રાજ્ય સરકાર દ્વારા 8 વર્ષમાં 416 રૂપિયાનું અનુદાન આપવામાં આવશે.

આ બાબતે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક બસનો વર્ક ઓર્ડર અત્યાર સુધી દેશભરનો સૌથી મોટો વર્ક ઓર્ડર છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં કોઈ કંપનીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોય તેવુ પ્રથમ વખત બની રહ્યું છે. અમદાવાદ શહેરની અને અમદાવાદ મહાનગરપાલિકાની જે કટિબદ્ધતા છે, જાહેર પરિવહનને સુદ્રઢ બનાવવાનું અને તેમાં પણ હવાનું અને ધ્વનિનું પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક બસોને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રીની જે સુચનાઓ હતી, તેના આધારે જ આ 300 ઇલેક્ટ્રિક બસોનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 300 ઇલેક્ટ્રિક બસોનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો હોવાના કારણે આગામી 6થી 8 મહિનામાં જ અમદાવાદના રસ્તાઓ પર 300 ઇલેક્ટ્રિક બસો દોડતી જોવા મળશે. અમદાવાદ મહાનગરપાલિકાએ પ્લાસ્ટિકના પ્રદુષણનને ડામવા માટે પ્લાસ્ટિક મુક્ત દિવાળીની ઉજવણીનો અભિગમ અપનાવ્યો છે અને હવે હવાના અને ધ્વનિના પ્રદુષણને ડામવા માટે ઇલેક્ટ્રિક બસનો અભિગમ અપનાવ્યો છે.


SHARE WITH LOVE
 • 11
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  11
  Shares

Leave a Reply

Your email address will not be published.