પાર-તાપી-નર્મદા લિંક યોજના આદિવાસી નું નિકંદન, આદિવાસી ને મોટી નુકસાની જાણો વિસ્તૃતમાં

SHARE WITH LOVE
 • 554
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  554
  Shares

ગુજરાતના આદિવાસી લોકો માટે વિનાશકારી એવી પાર-તાપી-નર્મદા લિંક યોજનાનું વિસ્તૃત આયોજન અહીં રજૂ કરવામાં આવ્યું છે.

આ યોજનાથી માત્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ફાયદો થવાનો છે. આદિવાસી વિસ્તારો જેમકે ભરૂચ, ઝગડિયા, નેત્રંગ, વાલિયા, ડેડીયાપાડા, છોટા ઉદૈપુર, દક્ષિણ ગુજરાત આમ તમામ આદિવાસી નું તો નુકશાન જ છે. આખી યોજનાના આયોજનમાં ક્યાંય આદિવાસી વિસ્તારો અને દક્ષિણ ગુજરાત માટે ફાયદાકારક નીતિનો સહેજ પણ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.

સૂચિત લીંક કેનાલો : દમણગંગા-સાબરમતી-ચોરવાડ લીંક: – દમણગંગા, પાર, તાપી અને માર્ગમાં આવતી અન્ય નદીઓનાં વધારાના પાણીનું આ સુચિત લીંક કૅનાલ દ્વારા વહન. – સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં રક્ષણાત્મક સિંચાઇ તેમજ પીવાનાં પાણીની જરૂરિયાતો પૂરી પાડવા માટે અત્યંત ઉપયોગી. – સાબરમતી બેઝીન સુધી પુરનાં વધારાના પાણીનું કુદરતી ઢાળ મારફતે વહન શકય. – સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારના ડેમોને નર્મદા નદીના 1 મીલિયન એકર ફુટ જેટ્લાં પાણીથી ભરવાનું આયોજન.

પ્રથમ તબક્કો: – સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલી નદીઓ અને બંધોને ભરવા માટે નર્મદા નદીના ૧ મી.લિયન એકર ફુટ વધારાના પાણીની ફાળવણી કરવાનું આયોજન. – સરદાર સરોવર યોજનાની શાખા નહેર ૧૭ નદીઓ પરથી પસાર થશે. – આવી નદીઓમાં ૧૫૩ જેટલા બેરેજીસ (આડબંધો) બાંધવાનું આયોજન. અંદાજીત ખર્ચ ૫૧૫ કરોડ.

બીજો તબક્કો: – સૌરાષ્ટ્ર વિસ્તારની ૧૧૫ યોજનાઓના જળાશયોમાં નર્મદા નદીના જળને સંગ્રહ કરવાનું આયોજન. – કચ્છ જિલ્લા માટે નર્મદાનું પાણી નર્મદા નદીના ૧ મીલિયન એકર ફીટ જેટલા જળરાશીનો જથ્થો કચ્છ માટે વાળવા માટેનું આયોજન હાથ ધરેલ છે.

અન્ય સૂચિત લીંક યોજનાઓ – ઉકાઈ –ગોરધા લીંક કેનાલ – દેવ- સુખી લીંક કેનાલ. આ યોજનાના આયોજનથી સ્પસ્ટ જોઈ શકાય છે કે આ યોજના સમગ્ર ગુજરાત ના આદિવાસી વિસ્તાર ની નદીઓનું પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરવા માટેની યોજના છે.

જ્યારે ગુજરાતના આદિવાસી વિસ્તાર ના લોકો પણ પાણીની તંગી અનુભવતા હોય ત્યારે ગુજરાત ના આદિવાસી વિસ્તારોનું નું બધુંજ પાણી સૌરાષ્ટ્ર લઈ જઈને શું ગુજરાત ના બધાજ આદિવાસી વિસ્તારોને સૌરાષ્ટ્ર જેવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ કરવા માંગો છો?

ઉપરાંત આ યોજનામાં ફક્ત આદિવાસી વિસ્તારોની જમીનો જ પ્રભાવિત થાય છે અને માત્ર આદિવાસી લોકોનું વિસ્થાપન કરવામાં આવનાર છે. જાગો આદિવાસી જાગો! મોડું થઈ જાય તે પહેલા જાગી જાઓ નહિ તો બીજાના સુખ માટે આદિવાસીઓ એ ભોગવવાનો વારો આવશે!

જય આદિવાસી જય જોહર


SHARE WITH LOVE
 • 554
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  554
  Shares

Leave a Reply

Your email address will not be published.