PM મોદીએ મેડિકલ એજ્યુકેશનમાંથી ગુજરાતના માફિયાના આંતકનો સફાયો કરી દીધો

SHARE WITH LOVE
  • 10
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    10
    Shares

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ મેડિકલ કાઉન્સિલની રચના કરવાની જાહેરાત કરી દીધી છે. આ કાઉન્સિલમાં કુલ ચાર કમિટીની રચના કરવાનુ નક્કી કરાયુ છે. આ કમિટીમાં સભ્યોની નિયુક્તિ માટે કાઉન્સિલ દ્વારા સમગ્ર દેશમાં જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરાતમાં સંભવિત ઉમેદવારોને અરજી કરવા માટે સૂચના આપવામાં આવી છે. કમીશન દ્વારા થનારી નિમણૂકમાં ઓપન ફોર ઓલ છે તેવુ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દરેક ઉમેદવારોને આગામી તા.૧૮મી સુધીમાં અરજી કરવા સૂચના આપવામાં આવી છે. 

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સ્થાને હવે નેશનલ મેડિકલ કમીશનની રચના કરવાની છે તે નક્કી થઇ ચુક્યુ છે. એમસીઆઇમાં અત્યાર સુધી ચોક્કસ સભ્યોના અધિપત્યના કારણે અનેક પ્રકારના ભ્રષ્ટાચાર સહિતની ફરિયાદો દિલ્હી સુધી પહોંચી હતી. જેના કારણે ગતવર્ષે જ એમસીઆઇને વીખેરીને તેના સ્થાને નવી કાઉન્સિલની રચના કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. કાઉન્સિલની રચનાની જાહેરાત પછી પણ આ કમીશનમાં ચોક્કસ વ્યક્તિઓની અડીંગો રહેશે તેવુ મેડિકલ વર્તુળોમાં માનવામાં આવતુ હતુ.

કમીશનમાં ખરેખર કોઇ એક વ્યકિતનુ અધિપત્ય રહેશે નહી તેવુ પ્રસ્થાપિત કરવા માટે હવે કમીશન દ્વારા ચાર જુદી જુદી કમિટીના સભ્યોની નિયુક્તિ માટે જાહેરાત આપી દેવામાં આવી છે. જેમાં પી.જી. અને યુ.જી. કમિટી ઉપરાંત એથીક્સ કમિટી અને એકેડેકમિક કમિટીનો સમાવેશ કરાયો છે. આ ચાર કમિટીના ચેરમેન, સેક્રેટરી સહિતના સભ્યોની નિયુક્તિ માટે કમીશન દ્વારા સમગ્ર દેશમાં જાહેરાત આપવામા આવી છે. જે કોઇ વ્યક્તિ આ ચાર કમિટીમાં ચેરમેન, સેક્રેટરી કે સભ્ય થવા ઇચ્છતાં હોય તેઓએ ઓપન ફોર ઓલની જેમ અરજી કરવાની રહેશે. સમગ્રે દેશમાંથી આવેલી અરજીઓ પૈકી સ્ક્રૂટીની કર્યા બાદ લાયક ઉમેદવારોને ઇન્ટવ્યુમાં બોલાવીને પસંદગી કરવામાં આવશે.

મેડિકલના સૂત્રો કે છે પહેલી વખત નેશનલ મેડિકલ કમીશનની કોઇ વહીવટી બોડી માટે આ રીતે સમગ્ર દેશમાંથી અરજીઓ મંગાવવાનુ નક્કી કરાયુ છે. અત્યાર સુધી એમસીઆઇમાં આ પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવતી તેમાં ચેરમેન અને તેના સાગરિતો મળીને કઇ કમિટીમાં કોણ રહેશે તે નક્કી કરી દેતાં હતા. પણ હવે લાયક હોય તેવા તમામ ઉમેદવારો અરજી કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે કોણ અરજી કરી શકશે તે માટેના ધારાધોરણો પણ જાહેરાતમાં નક્કી કરાયા છે. મહત્વની વાત એ કે ગુજરાતમાંથી કેટલા ડોક્ટર અધ્યાપકો આ જાહેરાતમાં અરજી કરે છે તે મહત્વનુ બની રહે તેમ છે.

ગુજરાતના મેડિકલ માફિયાનુ અધિપત્ય પૂર્ણ

ગુજરાતમાં મેડિકલ માફિયા તરીકે કુખ્યાત ડોક્ટરનુ છેલ્લા કેટલાય વર્ષોથી એમસીઆઇ- મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પર રીતસરનુ પ્રભુત્વ હતુ. કેન્દ્રમાં મંત્રી કે સંસદસભ્ય રહી ચુક્યા હોય તેઓએ પણ પોતાના રાજયમા મેડિકલની કોલેજની મંજુરી માટે ગુજરાતના ધક્કા ખાવા પડતાં હતા. આ પ્રકારની પરિસ્થિતિનો અંત લાવવા માટે જ એમસીઆઇને રદ કરીને તેના સ્થાને એનએમસી લાવવામાં આવી રહ્યુ છે. મેડિકલના ડોક્ટર અધ્યાપકો કહે છે એનએમસીની રચના કર્યા પછી પણ મેડિકલ માફિયાનુ વર્ચસ્વ અકબંધ રહેશે તે નિશ્ચિત છે. કારણ કે એનએમસી દ્વારા જે અરજીઓ મંગાવવામાં આવી છે તેમાં કયા સ્ટેટમાંથી કેટલા સભ્યો અરજી કરશે તે નક્કી કરવાનુ કામ પણ આ મેડિકલ માફિયા કરી શકે છે. બીજીબાજુ કેટલાક ડોક્ટરો કહે છે હવે મેડિકલ માફિયાનુ અસ્તિત્વ પૂર્ણ થઇ ચુક્યુ છે તે દર્શાવવા માટે જ એનએમસી દ્વારા ઓપન ફોર ઓલ જાહેરાત આપવામાં આવી છે.


SHARE WITH LOVE
  • 10
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    10
    Shares

Leave a Reply

Your email address will not be published.