પીએમ મોદી જે સીડીઓ પરથી પડ્યા તો પ્રકૃતિ પુજક આદિવાસી ઓએ કહ્યું…

SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

પીએમ મોદી જે સીડીઓ પરથી પડ્યા તો પ્રકૃતિ પુજક આદિવાસી ઓએ કહ્યું…પ્રકૃતિ આપની રક્ષા કરી રહી છે. મોદી જી તમે પણ પ્રકૃતિની રક્ષા કરો. શરૂઆત ભરૂચ ગુજરાત થી કરો.. પ્રભુ આપની રક્ષા કરે , GOD Bless you

ઉત્તર પ્રદેશના કાનપુરમાં અટલ ઘાટની સીડીઓને ફરીથી બનાવવામાં આવશે. આ સીડીઓના પગથિયા એક સમાન ઉંચાઈ ધરાવતા નહીં હોવાના કારણે લોકોને તેના પરથી પડી જવાનો ડર લાગતો હોય છે. ગયા અઠવાડિયે નમામિ ગંગે પ્રોજેક્ટની બેઠક માટે કાનપુર આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સીડીઓ પર પડી ગયા હતા. જોકે, તેમને એસપીજી કર્મીઓએ તરત સંભાળી લીધા હતા.

ચીફ જસ્ટીસ સુધીર એમ. બોબડેએ કહ્યું કે, ઘાટ પરની સીડીના ફક્ત એક જ પગથિયાની ઉંચાઈ અસમાન છે, તેથી આ પગથિયાને તાત્કાલિક ધોરણે તોડીને એક સમાન બનાવવામાં આવશે. અગાઉ પણ ઘણા બધા લોકો પગથિયા પરથી પડી ચૂક્યા છે, તેથી તેને બને તેટલું જલ્દી બનાવવામાં આવે. આ બોટ ક્લબની તરફ ત્રીજા રેમ્પનું નવમું પગથિયું છે. અટલ ઘાટ પ્રોજેક્ટને એન્જીનિયર્સ ઈન્ડિયા લિમિટેડ દ્વારા નમામિ ગંગે પ્રોજેક્ટ અંતર્ગત પાર પાડવામાં આવશે.


શહેરમાં તમામ ઘાટ અને સ્મશાન નામામિ ગંગે પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારના નિર્દેશ પર આ કંપનીએ બનાવ્યા છે. બોબડેએ કહ્યું હું નિર્માણ કંપનીને બને તેટલું જલ્દી આ સીડીને બરાબર કરવા માટે કહીશ અને તમામ પગથિયાઓની ઉંચાઈ એકસમાન બનાવવા માટે કહીશ. એન્જીનિયર્સ ઈન્ડિયા લિમિટેડના પ્રતિનિધિ તનવીરે કહ્યું કે, આદેશ મળતા જ અમે અટલ ઘાટ પરના આ પગથિયાને તોડી દઈશું અને તેનું ફરીથી નિર્માણ કરીશું.

તનવીરે જણાવ્યું કે અટલ ઘાટનું જ્યારે નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે આરતી કરવા માટે આવનારા કેટલાક શ્રદ્ધાળુઓએ પગથિયાઓની ઉંચાઈ વધારે રાખવાનો આગ્રહ કર્યો હતો કે જેથી તેઓ આ પગથિયાઓ પર બેસીને પૂજા કરી શકે. પરંતુ હવે જ્યારે આ પગથિયા બનાવી દેવામાં આવ્યા છે તો ઘાટના ઉપરી વિસ્તારમાં 30 વર્ગફૂટના વિસ્તારમાં બે પગથિયાની ઉંચાઈ બદલવા અને શ્રદ્ધાળુઓને બેસવા માટે બીજી વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares