વિઠ્ઠલ રાદડીયાના નિધન પર PM નરેન્દ્ર મોદીએ કરી ટ્વીટ?

SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

પૂર્વ સાંસદ અને 6 વાર ધારાસભ્ય રહેલા વિઠ્ઠલ રાદડીયાનું આજે નિધન થયું હતું. ત્યારે તેમના નિધનનો અનેક રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને વિઠ્ઠલ રાદડીયાના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું હતું કે, ‘પોરબંદરના પૂર્વ સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના અવસાનના સમાચાર સાંભળી દુઃખ થયું. ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે. સહકાર, કેળવણી અને રાજકીય ક્ષેત્રમાં પ્રદાન બદલ તેઓ હંમેશા યાદ રહેશે. સદગતના આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે અને શુભેચ્છકો અને પરિવારજનોને આઘાત સહન કરવાનું બળ મળે એવી પ્રભુને પ્રાર્થના.’

narendramodi.in

મંગળવારના રોજ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. વિઠ્ઠલ રાદડિયા લાંબા સમયથી બીમાર હતા. પહેલા તેમને પાયેરીયાની બીમારી હતી. તેની સારવાર લીધા પછી કેન્સરની સારવાર કરાવી હતી. ત્યારબાદ તેમની બીમારીમાં સતત વધારો થઈ રહ્યો હતો. અંતે તેમને ધીમે ધીમે યાદ શક્તિ પણ ગુમાવવાનું શરૂ કર્યું હતું. છેલ્લા સમયમાં વિઠ્ઠલ અન્ય લોકોને ઓળખતા પણ બંધ થઈ ગયા હતા. અંતિમ સમયમાં તેઓ તેમની આસપાસના જ લોકોને ઓળખતા હતા. આજે તેમને 60 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. વિઠ્ઠલ રાદડિયાના નિધનથી સૌરાષ્ટ્રના લોકો અને તેમના સમર્થકોમાં દૂખની લાગણી જોવા મળી હતી. વિઠ્ઠલ રાદડીયા 6 વાર ધારાસભ્ય રહી ચૂક્યા હતા અને એક વાર તેઓ સાંસદ પણ બન્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. 

6 વખત MLA અને 1 વખત MP રહેલા વિઠ્ઠલ રાદડિયાનું નિધન

ભાજપના કદાવર નેતા અને પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડીયાનું નિધન થયું છે. સૌરાષ્ટ્રના ભાજપના કદાવર નેતાઓમાં તેનની ગણના કરવામાં આવતી હતી અને પોરબંદરના પૂર્વ સાંસદ હતા. આજે વહેલી સવારે તેનું નિધન થયું હોવાનું સત્તાવાર માહિતી વિઠ્ઠલ રાદડીયાના પુત્ર રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા દ્વારા આપવામાં આવી હતી. લોકોની લાગણીના કારણે વર્ષોથી જામકંડોરણા અને પોરબંદરની આસપાસના વિસ્તારમાં વિઠ્ઠલ રાદડીયાનું વર્ચસ્વ રહ્યું હતી. લોકો વિઠ્ઠલ રાદડીયાના સૌરાષ્ટ્રના સાવજ તરીકે પણ ઓળખતા હતા. વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા અને તેમના પગલે તેમને પુત્ર જયેશ રાદડિયાએ ભાજપમાંથી ચૂંટણી લડી હતી.


SHARE WITH LOVE
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares

Leave a Reply

Your email address will not be published.