રાજપીપલા માં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી નિમિત્તે યોજાઇ લોકજાગૃત્તિ રેલી

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

વિશ્વ વસ્તી દિનની ઉજવણી નિમિત્તે નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આયોજિત લોકજાગૃત્તિ રેલીને આજે સાંજે રાજપીપલામાં નાંદોદ તાલુકા બ્લોક હેલ્થ કચેરી પાસેથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત સહિત આરોગ્ય શાખાના અન્ય તબીબોની ઉપસ્થિતિમાં ઝંડી ફરકાવીને રેલીને પ્રસ્થાન કરાવાઇ હતી.

જિલ્લા આરોગ્ય તંત્રના તબીબો, આશાવર્કર બહેનો, પુરૂષ હેલ્થ વર્કર ઉપરાંત આરોગ્ય ખાતાના કર્મચારીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી આ લોકજાગૃત્તિ રેલીમાં  “બે બાળકો વચ્ચે લાંબો ગાળો-બાળ વિકાસ માટે ઘણો સારો”, “બે બાળક વચ્ચે ટૂંકો ગાળો- બાળ મૃત્યુમાં ઘણો વધારો”, “અમને ગમે -તમને ગમે- નાનું કુટુંબ સૌને ગમે”, “એક બાળકનું ધ્યેય મહાન- દિકરો-દીકરી એક સમાન”, “નવા જમાનાની નવી વાત-ટાંકા વગરનું એન.એસ.વી. ઓપરેશન પુરૂષને કાજ”, “મોડા લગ્ન એક જ બાળ-સુખી સમૃધ્ધ રહે સંસાર” અને “બીજુ બાળક ક્યારે- પહેલુ ભણવા જાય ત્યારે” વગેરે જેવા સ્લોગ્ન-સૂત્રો,પ્લેકાર્ડ સાથેની આ રેલી એસ.ટી.ડેપો, જિલ્લા ન્યાયાલય, જૂની સબજેલ, સફેદ ટાવર-સ્ટેશન રોડ થઇ સરદાર ટાઉન હોલ ખાતે પહોંચીને ત્યાં તેનું સમાપન થયું હતું.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.