રેલ્વેએ કેન્સલ ટિકિટથી 1536 કરોડની કમાણી કરી:RTIમા ખુલાસો

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

તાજેતરમાં જ કરવામાં આવેલી એક RTIમા ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં એવી વાત સામે આવી છે કે, ઈન્ડિયન રેલ્વેને કેન્સલ કરવામાં આવેલી ટિકિટથી 1536 કરોડ રૂપિયાની કમાણી થઇ છે. આ કમાણી ફક્ત એક વર્ષની છે. RTI મુજબ ટિકિટ કેન્સલેશનની સામે પ્રવાસીઓ પાસેથી વસૂલવામાં આવેલી રકમથી 2018-19મા ઈન્ડિયન રેલવેને 1536.85 કરોડની કમાણી થઇ હતી.

My Adivasi

મધ્ય પ્રદેશના RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, તેમને રેલ મંત્રાલયનારેલ્વે સુચના પ્રણાલી કેન્દ્રની અલગ-અલગ અરજીઓ પર આ જાણકારી મળી હતી. RTI અરજીમાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રેલ્વેએ રિઝર્વેશન કેન્સલેશનથી 1518.62 કરોડ રૂપિયા અને અનરિઝર્વ્ડ ટિકિટ કેન્સલેશનથી 18.23 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.