રજનીકાંતનો યુ ટર્ન, રાજકારણમાં નહીં આવે અને નવી પાર્ટી પણ લોન્ચ નહીં કરે

SHARE WITH LOVE
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર રજનીકાંતે રાજકારણમાં પ્રવેશવાની કરેલી જાહેરાતના મુદ્દે યુ ટર્ન માર્યો છે.

રજનીકાંતે એલાન કર્યુ છે કે, હું રાજકીય પાર્ટી નહીં બનાવુ.તેમણે પોતે સોશિયલ મીડિયા પર આજે આ જાહેરાત કરી હતી.રજનીકાંતે કહ્યુ હતુ કે, મને જણાવતા દુખ થાય છે કે, હું રાજકીય પાર્ટી બનાવવાનો નથી.

જોકે આ પહેલા રજનીકાંતે પોતે જ રાજકીય પાર્ટી લોન્ચ કરવાની જાહેરાત કરી હતી,જેના પગલે આ પાર્ટીની જાહેરાત ક્યારે થશે તે માટે અટકળોનો દોર શરુ થઈ ગયો હતો.એ પછી હવે અટકળો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયુ છે.રજનીકાંતે રાજકારણમાં નહીં પ્રવેશવા માટે પોતાના સ્વાસ્થ્યનુ કારણ પણ આપ્યુ છે.તેમણે કહ્યુ હતુ કે, ભલે હું રાજનીતિમાં નહીં આવુ પણ લોકોના ભલા માટે કામ કરતો રહીશ.

આ પહેલા રજનીકાંતને એપોલો હોસ્પિટલમાં સ્વાસ્થ્યના કારણસર દાખલ કરાયા હતા.જ્યાંથી તેમને 27 ડિસેમ્બરે રજા આપવામાં આવી હતી.તેમના બ્લડ પ્રેશરમાં ભારે વટઘટ થઈ રહી હતી.જોકે હવે તેમની તબિયત સુધારા પર છે અને તેમનુ બીપી પણ કંટ્રોલમાં છે.

source


SHARE WITH LOVE
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares