રાજપારડી ગામે વિશ્વ આદિવાસી દિવસ ની રેલી યોજાય

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

રાજપારડી ગમે વિશ્વ આદિવાસી દિવસ ની રેલી યોજાય

જેમાં ડો. ભાવિન વસાવા અને કાર્ય કરો ધ્વારા યોજવામાં આવી જેમાં ઘણા બધા નવ યુવાનોએ ભાગ લીધો. રેલીના  મુખ્ય ઉદ્દેશ્યો વિશ્વ આદિવાસી દિવસ માટેની લોક જાગૃતિ લાવવા અને સામાજિક પ્રશ્નો પર આવેદન આપવાનો હતો.

વિશ્વ આદિવાસી દિવસ માટે ની રેલી રાજપારડી થી જી.એમ.ડી.સી રાજપારડી અને ત્યાંથી મામલતદાર શ્રી, ટી.ડી.ઓં શ્રી અને પ્રાંત અધિકારી શ્રીની ઓંફીસ સુધી નીકળી જે માં લોક હિતના પ્રશ્નો પર આવેદન પત્રો આપ્યા. ઝગડિયા ના પી.આઈ શ્રી મી.ની.જોસેફ, રાજપારડી ના પી.એસ.આઈ શ્રી પી.સી સરવૈયા તથા સર્વ પોલીસ અધિકારી અને સરકારી કચેરીના અધિકારીયોએ રેલીને પુરેપુરો સાથ અને સહકાર આપ્યો.

રાજપારડી ના પી.એસ.આઈ શ્રી પી.સી સરવૈયા સાહેબ શ્રીએ આખી રેલીને સારીરીતે પૂર્ણ કરવા માટે ઘણો સહયોગ કર્યો હતો.

રેલીમાં નવ યુવાનો જેવાકે રાકેશ વસાવા, નીકુલ વસાવા, પન્કેશ વસાવા, વિષ્ણુ વસાવા,હેમંત વસાવા, જૈમીન્સન ભગત આમ ઘણા બધા નવ યુવાન આ રેલીમાં જોડાયા હતા.

રેલીના મુખ્ય મુદાઓ આ રીતે હતા:

૧.         રાજપારડી જી.એમ.ડી.સી ને લીધે આજુ બાજુની જમીન અને લોકોને ઘણું નુકસાન થાય છે તેમજ માટી/રેતી અને ખાદીના જે ઢગલા કરવામાં આવ્યા છે તેના લીધે ત્યાંથી પસાર થતી ભુન્ડવા ખાડી નદીમાં ઘણું પુરણ થયેલ છે. જેના લીધે ખાડીમાંથી ચોમાસા દરમિયાન પાણી ના નિકાલ માટે જગ્યા રેહતી નથી. બધું પાણી ભુન્ડવા ખાડી નદીની  બજુપર આવેલા ખેતર/જમીન માંથી જાય છે અને આ પાણીમાં આવતી રેતી/માટી અને ખડી ખેતરમાં જમા થાય છે અને પાક અને ખેડૂતોને નુકાસની થાય છે.

તો આપ સાહેબ શ્રીને નિવેદન છે કે સદર બાબત માં યોગ્ય પગલા લેવા અને ભુન્ડવા ખાડીમાં થતા પુરણ ને અટકાવવું . તથા ભુન્ડવા ખાડી ને ઊંડી કરાવવી. (જી.એમ.ડી.સી. થી નર્મદા નદી સુધી)

૨.         સરકાર ના  નિયમ પ્રમાણે ૮૫% સ્થાનિક  સ્કીલ્ડ/અન સ્કીલ્ડ લોકોને જી.એમ.ડી.સી રાજપારડી , ક્રસર પ્લાન્ટ , સિલિકા પ્લાન્ટ અને જી.આઈ.ડી.સી  ઝગડિયા  માં નોકરીપર રાખવા , તથા જે કંપની  કોન્ટ્રાક્ટ આપે તેમાં પણ સ્થાનિક લોકોની મંડળી /સંસ્થાઓ ને કામ આપવું

૩.         જી.એમ.ડી.સી રાજપારડી , ક્રસર પ્લાન્ટ , સિલિકા પ્લાન્ટ અને જી.આઈ.ડી.સી  ઝગડિયા  ના વિસ્થાપિત ગામોને પૂરતા પ્રમાણમાં મદદ કરવી અને ગામલોકોને વિશ્વાસમાં લય કાર્ય કરવા.

૪.         સી.એસ.આર માં થતા કામો નો લાભ સ્થાનિક લોકોને મળે અને યોગ્ય પ્રમાણમાં મળે તેની યોગ્ય કાળજી લેવી.

૫.         જી.એમ.ડી.સી રાજપારડી , ક્રસર પ્લાન્ટ , સિલિકા પ્લાન્ટ, માઈનિગ અને જી.આઈ.ડી.સી  ઝગડિયા થી થતા પર્યાવરણ ના નુકસાનને અટકાવવું તથા પર્યાવરણ નું યોગ્ય જતન કરવું.

 


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Leave a Reply

Your email address will not be published.