છોટુભાઈ વસાવા ની જંબુસરમાં યોજાઇ રેલી

SHARE WITH LOVE
 • 228
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  228
  Shares

છોટુભાઈ અમરસંગ વસાવાએ ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. જે રેલી જંબુસરના ગાર્ડન હોટલથી શરૂ કરવામાં આવી હતી ત્યાંથી ડેપો વિસ્તાર તેમજ ટંકારી ભાગોળ થઇ મામલતદાર ઓફિસ થઇ સમગ્ર શહેરમાં ફરી હતી.

આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જંબુસરમાં આવેલ ગંજ સહિદ બાવાની દરગાહ ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુભાઈ અમરસિંહ વસાવાએ ફુલની ચાદર ચઢાવીને દીદાર કરીને ગજસહિદ બાવાના આશીર્વાદ લઇ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.

ભારતિયા ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર છોટુભાઇ વસાવાએ આ પ્રસંગે પોતાની જીતનો દાવો કરતા જણાવ્યું હતું કે, હું આજે ચુંટણીના પ્રચાર અર્થે નીકળ્યો છું. મને વિશ્વાસ છે કે જંબુસરના લોકો પણ મારી સાથે રહેશેરહેશે.ચુંટણીમાં ભરૂચ બેઠક ઉપરના ત્રિપાંખીયા જંગ વિશે તેમને પુંછતા તેમણે કહ્યું “હું ભાજપને હરાવી શકું છું અને કોંગ્રેસથી કંઇ બનવાનું નથી” ૪૦ વર્ષથી કોંગ્રેસ હારે જ છે.

કોંગ્રેસ સાથેના ગઠબંધન વિશે પુછતા તેમણે કહ્યુ6કે, હું પહેલેથી કલીયર જ હતો કે ગઠબંધન થાય કે ના થાય હું ચુંટણી લડવાનો જ હતો. જેથી મારી કોઇ અપેક્ષા હતી જ નહીં કે કોંગ્રેસ મને ટેકો આપશે. સાથે સાથે જંબુસર અંગે તેમણે કહ્યું કે હું જીતીને આવીશ તો ભટકી ગયેલા શિક્ષણ, પાણી, બેરોજગારી જેવા મુદ્દે મારાથી બનતા તમામ પ્રયત્નો કરી તેને સોલ્વ કરીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે તેમણે કહ્યું કે, તે કોઇ રાષ્ટ્રવાદી માણસ છે જ નહીં, રાષ્ટ્ર દ્રોહી માણસ છે એટલા માટે આ દેશની દુર્દશા થઈ છે જે બધાજ જાણે છે અને તે લાંબા સમય સુધી આ દેશ પર રાજ  કરી શકશે નહીં.


SHARE WITH LOVE
 • 228
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  228
  Shares

Leave a Reply

Your email address will not be published.