ST બસમાં કન્ડક્ટરની 2,389 જગ્યા માટે ભરતી, ધોરણ 10 પાસને પણ તક

SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કન્ડક્ટરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 2,389 જગ્યાઓ ભરવા માટેની અરજી રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મંગાવવામાં આવી છે. જેમાં અરજીની કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. અરજી કરનાર ઉમેદવારની ભણતરની લાયકાત 10 પાસ નક્કી કરવામાં આવી છે. ધોરણ 10 ઉપરાંત 12 પાસ અને ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થી પણ નોકરી માટે અપ્લાય કરી શકશે. કન્ડક્ટરની 2,389 જગ્યાઓમાં બિન અનામતની 999 જગ્યા, EWSની 238 જગ્યાઓ, SEBCની 635 જગ્યા, SCની 164 જગ્યા અને STની 353 જગ્યાઓનો સમાવેશ થાય છે.

નોકરી માટે અરજી કરનાર ઉમેદવારની ઉમરની વાત કરવામાં આવે તો બિનઅનામત વર્ગમાં પુરુષ માટે 35 અને મહિલાઓ માટે 40 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે. અનામત વર્ગમાં પુરુષ માટે 40 અને મહિલાઓ માટે 45 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે. માજી સૈનિક પુરુષ માટે 45 અને મહિલાઓ માટે 45 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે.

કન્ડક્ટરની નોકરી મેળવવા માટે ઉમેદવારે 100 માર્કની પરીક્ષા આપવાની રહેશે. જેમાં 30 માર્ક્સના ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતનું કરન્ટ અફેર્સ અને સામાન્ય જ્ઞાનના પ્રશ્ન પૂછાશે, 10 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ હશે, 10 માર્ક્સનું અંગ્રેજી વ્યાકરણ હશે, 10 માર્ક્સનું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ હશે, 10 માર્ક્સની નિગમને સંબંધિત માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિકના પ્રશ્નો પૂછાશે, 10 માર્ક્સના મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્ન અને પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો પૂછાશે. આ ઉપરાંત 20 માર્ક્સના કમ્પ્યુટરના પ્રશ્નો પૂછાશે.

અરજી કરનાર ઉમેદવારે ઓછામાં ઓછો 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હોવો જોઈએ, આ ઉપરાંત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલું કન્ડક્ટર લાઇસન્સ, તથા વેલિડ ફર્સ્ટ એઇડ સર્ટિફિકેટ જરૂરી છે.


SHARE WITH LOVE
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published.