નિયમ લાગુ / આજથી ગુજરાતમાં નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ, હવે ભરવો પડશે આ દંડ

SHARE WITH LOVE
 • 17
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  17
  Shares

આજથી રાજ્યભરમાં નવો મોટર એક્ટ લાગુ થશે. આ ટ્રાફિક નિયમનું પાલન નહી કરવામાં આવે તો આકરો દંડ થશે. તેમજ જરૂરી દસ્તાવેજો સાથે નહીં રાખો તો આકરો દંડ થશે. મહત્વનું છે કે, ગુજરાતમાં નવા મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરી અમુક દંડમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે જાણો શું છે નવા દંડ?

રાજ્યની સત્તા હેઠળ આવતા દંડની જોગવાઇમાં ફેરફાર કરાયો છે. આ જોગવાઈમાં સરકારે કેટલાક દંડમાં ફેરફાર કર્યા છે. કલમ-200 હેઠળ રાજ્ય સરકાર ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે આ મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો 16 સપ્ટેમ્બર આજથી લાગૂ પડશે.

નવા નિયમ પ્રમાણે દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હેલ્મેટ, લાયસન્સ, સીટ બેલ્ટ વિના વાહન ચલાવવા પર નવાદંડ લગાવવામાં આવ્યા છે. ત્રિપલ સવારી, ઓવરસ્પીડિંગમાં દંડની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વીમા, RC બુક વિના વાહન ચલાવવા પર પણ દંડ છે. અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે સરકારે આ દંડ લાગુ કર્યો છે. જોકે PUC વિના 30 સપ્ટેમ્બર સુધી જૂના નિયમ પ્રમાણે દંડ થશે. HSRP નંબર પ્લેટ માટે પણ એક માસની સમય મર્યાદા છે.

અડચણરૂપ પાર્કિંગ, ડાર્ક ફિલ્મ મુદ્દે રૂ.1500ના દંડની જોગવાઈ છે. ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરાશે તો રૂ. એક હજાર દંડ થશે. અવાજનું પ્રદૂષણ અને ભારે હોર્ન માટે રૂ.1000 નો દંડ છે. જાહેર સ્થળે રેસ કરવા પર રૂપિયા 5-10 હજારની દંડની જોગવાઈ છે. ઇમરજન્સી વાહનોને સાઇડ નહીં આપો તો રૂપિયા 1000 દંડ થશે. ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજો રજૂ કરવા પર માન્યતા છે. સ્થળ પર દસ્તાવેજ ન હોય તો 15 દિવસમાં તેની રજૂઆત કરી શકાશે. ભયજનક રીતે વાહન ચલાવવા બદલ થશે અધધ દંડ… જાણો નવા દંડના નિયમો અને ફેરફારો…

શું છે નવા દંડ-નિયમો અને ફેરફાર ?

ગુનો નવો દંડ (રાજ્ય સરકાર) નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડ (કેન્દ્ર સરકાર)
1. લાઇસન્સ, વીમો, પીયૂસી, RC બુક વગેરે દસ્તાવેજો સાથે ન હોવા પર, PUC કઢાવેલ ન હોવું.પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડપ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ
2. અડચણ રૂપ પાર્કિંગપ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડપ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ
3. કાચ પર ડાર્ક ફિલ્મપ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડપ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ
4. ચાલુ વાહન પર મોબાઇલનો ઉપયોગપ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડપ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ
5. હેલ્મેટ વગર વાહન ચલાવવા પર500 રૂપિયા દંડ1000 રૂપિયા દંડ
6. સીટ બેલ્ટ ન બાંધવો500 રૂપિયા દંડ1000 રૂપિયા દંડ
7. ત્રિપલ સવારી મોટર સાઇકલ ચલાવવા પર100 રૂપિયા દંડ1000 રૂપિયા દંડ
8. ભયજનક ડ્રાઈવિંગ/ રોંગ સાઇડ ડ્રાઇવિંગથ્રી વ્હીલર 1500 દંડ
એલ.એમ.વી. 3000 દંડ
અન્ય 5000 દંડ
પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ
9. ઓવર સ્પીડીંગટૂ, થ્રી વ્હિલર 1500 દંડ
ટ્રેક્ટર 1500 દંડ
એલ.એમ.વી. 2000 દંડ
અન્ય 4000 દંડ
એલ.એમ.વી. 2000 દંડ
એલ.એમ.વી. સિવાય 4000 દંડ
10. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા પરટૂ વ્હીલર 2000 થ્રી-ફોર વ્હિલર અને તેથી ઉપર 3000 દંડ5000નો દંડ
11. રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવવુંટૂ વ્હીલર 1000, થ્રી વ્હીલર 2000, ફોર વ્હીલર 3000, અન્ય 5000 રૂપિયા દંડપ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ
12. ફીટનેસ વગર વાહન ચલાવવુંથ્રી વ્હીલર 500 અને ફોર વ્હીલર- અન્ય પર 5000 રૂપિયા દંડપ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ
13. પ્રદુષણયુક્ત વાહન ચલાવવુંટૂ વ્હીલર અને એલ.એમ.વી 1000 અને અન્ય 2000 રૂપિયાનો દંડ10000 રૂપિયા દંડ
14. થર્ડપાર્ટી વિમા વગર વાહન ચલાવવું2000 રૂપિયા દંડપ્રથમ વખત 2000 અને પછીના ગુનામાં 4000 રૂપિયાનો દંડ
15. અવાજ પ્રદુષણ કરી વાહન ચલાવવું1000 રૂપિયા દંડ1000 રૂપિયા દંડ
16. ખેતીવિષયક કે ઘર વખરી લઇ જવાતા હોય અને તે બહાર નીકળેરીજીડ ચેસીસ વાહન 1000, ટ્રેઇલર 4000 રૂપિયા દંડ 20000 રૂપિયા દંડ
17. જાહેર જગ્યામાં રેસ કરવી કે સ્પીડની ટ્રાયલ કરવી5000 રૂપિયા દંડપ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ
18. એમ્બ્યુલન્સ અથવા ફાયર ફાયટિંગ વાહન કે કોઇ અન્ય ઇમરજન્સી વાહનને સાઇડ ન આપે1000 રૂપિયા દંડ10000 રૂપિયા દંડ

SHARE WITH LOVE
 • 17
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  17
  Shares

Leave a Reply

Your email address will not be published.