બિનસચિવાલય પરીક્ષા રદ્દની માંગ કરી રહેલા છોકરા વચ્ચે પોચી જઇ સંજય રાવલે પોતાના શબ્દ પાડ્યા

SHARE WITH LOVE
 • 87
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  87
  Shares

#SanjayRaval#FearlessLife#Gujarati

 • બિન રાજકીય સંગઠન બનાવવું જોઇએઃ સંજય રાવલ
 • એક ફરીયાદ થઇ હયો તો પણ પરીક્ષા કેન્સલ થવી જોઇએ: સંજય રાવલ
 • સંજય રાવલના નિવેદન સામે વિદ્યાર્થીઓ નારાજ

સંજય રાવલે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. બાદમાં તેમણે વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કાયદો આપણે હાથમાં ન લઈ શકીએ. આપણે આપણા હક માટે આવેદનપત્ર આપવું જોઈએ. પોલીસ પાસે પહેલા પરમિશન માંગવી જોઈએ. સરકારે પરીક્ષા રદ કરવી જ જોઈએ. આપણે આપણા હક માટે સરકારને પદ્ધતિથી આવેદન આપવું જોઇએ. બિન રાજકીય સંગઠન બનાવવાની રજૂઆત કરવી જોઇએ. જો પરમિશન ન આપવામાં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડે.

આપણે પોલીસ સાથે રહેવું જોઇએઃ સંજય રાવલ

સંજય રાવલે કહ્યું હતું કે હું તમારી સાથે છું. પોલીસ પર ઉપરથી પ્રેશર હોય છે આપણે પોલીસ સાથે રહેવું જોઇએ. કોઇને નુકસાન ન થાય અને કોઇ નુકસાન ન કરવું જોઇએ. 

સંજય રાવલના નિવેદન સામે વિદ્યાર્થીઓ નારાજ

સંજય રાવલે બિન રાજકીય સંગઠન બનાવવાની માગ કરી છે. તો સંજય રાવલના નિવેદનથી થોડા વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. વિદ્યાર્થીઓએ સંજય રાવલ વિરૂદ્ધ પણ સુત્રોચ્ચાર કર્યા હતા, જેનું સંજય રાવતે સેજ્પણ માઠું/ખોટું લગાડ્યું ન હતું . વિદ્યાર્થીઓએ કહ્યું કે અમારે કોઈની મધ્યસ્થી જોઈતી નથી. વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યા હતા કે તેમને સરકાર તરફથી મોકલવામાં આવ્યા છે. તો વિદ્યાર્થીઓએ તેમને પણ વિરોધ કર્યો હતો.

તો તેના બચાવમાં સંજય રાવલે કહ્યું કે હું વિદ્યાર્થીઓની સાથે રહેવા આવ્યો છું. જો પરમિશન જ ન આપે તો ઉપવાસ પર બેસવું જોઇએ. પરીક્ષામાં ગેરરીતી થઇ હોય તો પરીક્ષા કેન્સલ થવી જોઇએ. એક ફરીયાદ થઇ હયો તો પણ પરીક્ષા કેન્સલ થવી જોઇએ. વધુમાં તેમણે કહ્યું હતું કે, હું પોલીસને મળું છું કે શા માટે તેઓ પરમિશન નથી આપતા.

#myadivasi @myadivasi

Dr Bhavin

Bharuch


SHARE WITH LOVE
 • 87
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  87
  Shares