આદિવાસી લોકો ના હિત માટે લડત કરતા આગેવાનો પર સરકાર કરી રહી છે દમન : તેવો આક્ષેપ કર્યો

SHARE WITH LOVE
 • 105
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  105
  Shares

આદિવાસી લોકોના હિત માં જેલોકો અત્યારે સરકાર સામે લઢી રહ્યા છે તેમના પર હવે સામી ચુંટણી એ નવ નવા હથીયા શરુ કરવામાં આવ્યા છે. જેમનું એક છે પરિવાર પર અને નજીક ના લોકો પર હમલો કરી અને હેરાન કરવા.

જેલોકો આદિવાસીના ખોટા પ્રમાણ પત્રો, સરદાર સરોવર, આદિવાસી ની જમીનોમાં ચાલી રહેલા ખનનો (ખનીજ ની લુટ), ભારત માલા, ગ્રામ સભા,પેંસા એક્ટ વગેરે મુદ્દા પર લડત કરવા વાળા આદિવાસી પર આડ કતરી રીતે હેરાન ગતિ સારું કરવામાં આવી છે.

આ સરકાર ના અવનવા દાવ પેચ માં અત્યારે ઘણા આદિવાસી લોકો ઝડપાયા છે, જેમાના એક છે પ્રફુલ વસાવા, જેમને આજે એમનો ગુસ્સો બી.જે.પી ની સરકાર પર ઠાલવતા એમના પરિવાર પર થયેલ આડ કતરા પ્રહારો પર પોતાનું મંતવ્ય વ્યક્ત કરેલ છે.જે આ પ્રમાણે છે ………

રાજનૈતિક દુશ્મનાવટ રાખી ભાજપ પાર્ટી દ્વારા મહિલા સશક્તીકરણ નું કર્યું અપમાન.

નર્મદા જિલ્લાની પ્રથમ આદિવાસી મહિલા જેમણે gpsc પરીક્ષા પાસ કરી આદિવાસી સમાજ અને મહિલા સશક્તિકરણ- નારી શક્તિ નું ઉદાહરણરૂપ બનનાર દિપીકાબેન વસાવા ની નર્મદા જિલ્લા ભાજપ અને ગુજરાત ભાજપ દ્વારા રાજનૈતિક કિન્નાખોરી રાખી તેઓની બદલી નર્મદા જિલ્લા થી ચારસો-પાંચસો કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર વિસ્તારમાં કરાવી દીધી, દિપીકાબેન વસાવા જેઓ આદિવાસી યુવા નેતા ડોક્ટર પ્રફુલભાઈ વસાવા ના ધર્મપત્ની છે .ડોક્ટર પ્રફુલ વસાવા જુઓ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આદિવાસીઓની જળ-જમીન અને જંગલ બચાવવા માટે આંદોલનો કરી રહ્યા છે. આદિવાસીઓ પર થતા અત્યાચાર શોષણ જુલ્મો સામે અવાજ ઉઠાવી રહ્યા છે. આદિવાસી સમાજ ના બંધારણીય અધિકારો ની જાગરુકતા અને લડત ચલાવી રહ્યા છે. ડોક્ટર પ્રફુલ વસાવા જેઓ સામાજિક અને રાજકીય સારી એવી પ્રતિભા ધરાવે છે આથી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત ભાજપ દ્વારા ડોક્ટર પ્રફુલ વસાવા ને હાનિ પહોંચાડવા તેમજ તેમને માનસિક રીતે હેરાન પરેશાન કરવા તેઓની પત્ની અને એક નાની બાળકી ને ભાજપ સરકાર દ્વારા જે ટાર્ગેટ બનાવવામાં આવે જેની હું ખરેખર નિંદા કરું છું.

લોકસભાની ચૂંટણી જીતવા માટે એક નિર્દોષ આદિવાસી સમાજની આદર્શ રૂપ મહિલા દિપીકાબેન વસાવાની બદલી કરાવી ખરેખર તો આ આદિવાસી સમાજની અને આખી નારી શક્તિ માટે અપમાનજનક બાબત છે. દિપીકાબેન વસાવા જેઓ એક વર્ષ પહેલાં જ નર્મદા જિલ્લામાં પોતાને નાના બાળકને સારસંભાળ માટે નર્મદા જિલ્લા ખાતે સ્વ વિનંતીથી બદલી માંગીને આવેલ હતા, દરેક સરકારી કર્મચારીને તેમાં પણ મહિલા કર્મચારીને બાળકની સારસંભાળ માટે પોતાના વતનમાં સ્વ વિનંતીથી બદલી કરી આપવામાં આવે છે. દિપીકાબેન વસાવાની નાની બાળકી છે તેની બાજુ પણ ગુજરાત ભાજપે જોયું નહીં અને ડોક્ટર પ્રફુલ વસાવા ને ટાર્ગેટ કરવા દિપીકાબેન વસાવા અને તેની નાની બાળકીને હેરાન-પરેશાન કરવા આ કેટલા ટકા યોગ્ય છે?
શું રાજ્યમાં ભાજપ સિવાય ની અન્ય પાર્ટીની સરકાર સત્તા પર બેસે અને ભાજપ સાથે જોડાયેલા નેતાઓનાં બહેન દીકરી કે પત્ની ને આવી રીતે ટાર્ગેટ કરી બદલીઓ કરી નાખવામાં આવે તો શું યોગ્ય છે?

ગુજરાત ભાજપ સાથે જોડાયેલી તમામ મહિલાઓને નામે સંદેશો ખરેખર નારીશક્તિ અને મહિલા શક્તિ ની વાતો તમે કરતા હોય તો તમારી ભાજપ પાર્ટીમાં જે મહિલાવિરોધી, હલકી, તુચ્છ અને નીચ વિચારધારા છે એ વિચારધારાના વિરોધમાં પહેલા આંદોલન ચલાવો પછી નારી મહિલા સશક્તિકરણની વાતો કરજો.

ભાજપ સાથે જોડાયેલ તમામ આદિવાસી નેતાઓ કાર્યકર્તાઓને એક સવાલ શું આદિવાસી સમાજની દીકરી અને તેની નાની બાળકીને આવી રીતે ટાર્ગેટ કરવું શું યોગ્ય છે?

ભાજપ ની વિપક્ષી નેતાઓ સાથે રાજકીય કિન્નાખોરી રાખી તેઓ ના પરિવારજનો ને હેરાન પરેશાન કરવાની હિન્ન, તુચ્છ,નીચ વિચારધારા ની હું નીંદા કરૂ છું.


SHARE WITH LOVE
 • 105
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  105
  Shares

Leave a Reply

Your email address will not be published.