સ્ટેચ્યુ ઓફ યુનિટીને બોંબથી ઊડાવી દેવાય તેવી IB ની એલર્ટ

SHARE WITH LOVE
 • 1.1K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.1K
  Shares

જૈશના રેહાન-મોહમ્મદ ઇબ્રાહીમ આતંકી હુમલો કરે એવા ઇનપુટ માહિતી મળેલ છે

કેવડિયાકોલોની,

સરદાર પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાને આંતકી મલ્ટીપલ બોમ્બ બ્લાસ્ટ કરી ધ્વસ્ત કરે તેવા આઇબીના એલર્ટથી સ્ટેગ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરાયો છે. જૈશ એ મહમંદના આતંકી રેહાન અને મોહમ્મદ ઈબ્રાહીમ રાજ્યમાં સ્ટેગ્યુ ઓફ યુનિટી, પબ્લીક પ્લેસ, રેલ્વે સ્ટેશન અને મંદીરો પર મલ્ટીપલ બોમ્બ બ્લાસ્ટ કરે તેવી ભિતી વ્યક્ત કરવામાં આવી છે. ઈનપૂટ મુજબ એક

સુસાઈડ બોમ્બર વૃદ્ધ મહિલા સાથે રાજ્યમાં ફરી રહ્યો છે. આ આતંકીઓ મસુદ અઝહર સંગઠનના માણસો હોવાનું જણાવવામાં આવ્યું છે. જેના પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડી બનાવવાના આદેશ કરવામાં આવ્યા છે.

આતંકીઓમાં ગેટર હૈદરાબાદનો મોહમ્મદ ઈબ્રાહીમ જે પુલવામાં એટેકમાં પણ સામેલ છે. આ ઉપરાંત વૃદ્ધ મહિલા સાથે ફરતો સ્યુસાઈડ બોમ્બર રેહાન પણ સામેલ છે. રેહાનનું નિશાન રેલ્વે સ્ટેશન છે. આ તમામ લોકો મૌલાના મસુદ અઝહરના આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે.

૧૪મી જાન્યુઆરીએ પાકિસ્તાન પેરીત આતંકવાદી હુમલાના પગલે દેશભરમાં ભારે રોષ પ્રગટી રહ્યો છે. બીજી તરફ આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પણ એલર્ટ અપાયા છે. ગુજરાતના ધાર્મિક સ્થળો તેમજ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતીમા પર કોઇ હુમલો થઇ શકે છે. બે જેટલા આતંકીઓ મલ્ટીપલ બોંબ બ્લાસ્ટ કરીને સ્ટેગ્યુ ઓફ યુનિટીને ધ્વસ્ત કરી શકે છે.

ભુજમાંથી પગમાં અંગ્રેજી આંકડા, પાંખમાં ચાઈનીઝ લખાણવાળું કબૂતર મળ્યું ભુજ તાલુકાના શેખપીર ત્રણ રસ્તા નજીકથી સ્થાનિક વ્યક્તિને શંકાસ્પદ હાલતમાં બૂતર જોવા મળ્યું હતું. બંન્ને પગમાં અંગ્રેજીમાં આંકડા લખેલા તથા પાંખમાં ચાઇનીઝ ભાષામાં લખાણ લખેલું હોવાનું પોલીસે જણાવ્યું હતું. સમગ્ર બનાવ અંગે પ્રથમ પદ્ધર પોલીસ અને બાદમાં એસઓજીએ તપાસ આદરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો કરાયો

sours: Baroda Sandesh 18/02/2019
SHARE WITH LOVE
 • 1.1K
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  1.1K
  Shares

Leave a Reply

Your email address will not be published.