ભરૂચ : નર્મદા નદીમાંથી સવજી ધોળકિયાએ રિસોર્ટ માટે રસ્તો બનાવ્યો

SHARE WITH LOVE
  • 86
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    86
    Shares

ભરૂચના નીલકંઠેશ્વર ઘાટ પાસે રસ્તો બનાવવાના મામલે ખુલાસો થયો છે. જેમાં જે રિસોર્ટ સુધી રસ્તો બનાવાયો છે તે રિસોર્ટના માલિક સવજી ધોળકિયો હોવાનો ખુલાસો થયો છે. સવજી ધોળકીયા સુરતના હીરાના મોટા વેપારી છે. ત્યારે રિસોર્ટના રસ્તાઓ મુદ્દે હવે વહીવટી તંત્રએ તપાસ શરૂ કરી છે. પાળો તોડવા માટે કામગીરી હાથ ધરી છે. ત્યારે તેની સેટેલાઇટ તસ્વીરો સામે આવી છે.

ભરૂચમાં સવજી ધોળકિયાના રિસોર્ટ મામલે મોટી માહિતી મળી આવેલ છે. સવજી ધોળકિયા પોતાના રિસોર્ટમાં મોટું સ્ટેડિયમ બનાવી રહ્યા છે. આ સ્ટેડિયમ ગોવાલી બેટ પર બનાવવામાં આવી રહ્યું છે. સ્ટેડિયમ અને રિસોર્ટ મામલે  સવજી ધોળકિયાએ નદીમાં એક માર્ગ બનાવ્યો છે. ત્યારે તેની સેટેલાઈટ તસ્વીરો અમે રજુ કરી રહ્યા છે. #NoHopemodiji

મહત્વનું છે કે સવજી ધોળકિયાએ ફાર્મહાઉસ પર માત્ર ગાય જ રાખવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. જોકે રિસોર્ટની સેટેલાઈટ તસ્વીરમાં સ્ટેડિયમ દેખાઈ રહ્યું છે. સવજી ધોળકિયાના કોમર્શિયલ રિસોર્ટનો પર્દાફાશ થયો છે. જેમાં નર્મદા નદીમાં આડબંધ બનાવીને સવજી ધોળકિયા રિસોર્ટ બનાવી રહ્યા છે. એટલે કે પોતાના હીત માટે સવજી ધોળકિયા કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું છે.

સવજી ધોળકીયાની પ્રતિક્રિયા
ભરૂચમાં નર્મદા નદીમાં રસ્તા મુદ્દે સવજી ધોળકીયાની પ્રતિક્રિયા હતી. અમારો પર્વાયવરણને નુકશાન કરવાનો ઈરાદો નથી. અમે અહિતનુ કામ નથી કર્યુ અમે વૃક્ષો વાવ્યા છે. ત્યા કોઈ રિસોર્ટ જેવુ નથી ત્યા ક્રિકેટનુ ગ્રાઉન્ડ બનાવ્યુ છે. અમે ત્યા રસ્તો નથી બનાવ્યો. પાળાથી નદીને કોઈ અવરોધ નથી થતો.

પાણી સુકાતા નર્મદા નદીમાં બનાવી દેવાયો રસ્તો
ભરૂચના ઝાડેશ્વર નિલકંઠેશ્વર નર્મદા નદીમાં પાણી સુકાઇ ગયું છે. ત્યારે નદીમાં પાણી સુકાતા નર્મદા નદીમાં એક રિસોર્ટના માલિક સવજી ધોળકિયા દ્વારા રસ્તો બનાવી દેવાયો છે. પોતાના રિસોપ્ટ સુધી જવા માટે સવજી ધોળકિયાએ નર્મદા નદીના વચ્ચે જ રસ્તો બનાવી દીધો છે. જેને લઇ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નર્મદા નદીના વહેણને અટકાવી રસ્તો બનાવી દીધો છે. ત્યારે અહિંયા સવાલ એ છે કે, શું રસ્તો બનાવવા માટે તંત્રએ કોઇ પ્રકારની મંજૂરી લીધી હતી? અંગત સ્વાર્થ માટે કાયદાઓને નેવે મુકતા લોકો સામે ક્યારે કાર્યવાહી કરાશે?


SHARE WITH LOVE
  • 86
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    86
    Shares

Leave a Reply

Your email address will not be published.