અધ્યક્ષ શ્રી અનુસુચિત જન જાતિ કલ્યાણ સમિતિ મોહનભાઈ ઢોડિયા ને GMDC અને ઝગડિયા તાલુકામાં ચાલતા ખનન બાબતે રજૂઆત

SHARE WITH LOVE
  • 362
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    362
    Shares

મોહનભાઈ ઢોડિયા (Mohan Dhodiya MLA) અધ્યક્ષ અનુસુચિત જન જાતિ કલ્યાણ સમિતિ ધારાસભ્ય ભાજપા, ૧૭૦ – મહુવા શ્રી ને સ્થાનિક લોકોએ GMDC amod દ્વારા નવી ૧૪૦૦ હેક્ટર જમીન પડવાનીયા બ્લોક માટે સંપાદિત કરવામાં ન આવે તે બદલ રજૂઆત કરવામાં આવી.

સાથોસાથ ઝગડિયા તાલુકામાં વર્ષોથી બેફામ ખનીજ નું ખનન થય રહેલ છે તે બાબતે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે.

સ્થાનિક લોકોને ખાણ પટ્ટા મળે અને રોજગારી મળે તે બાબતની પણ રજૂઆત કરવામાં આવેલ છે.

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિએ, તાજેતરમાં ઝગડિયા તાલુકામાં  આવેલા ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ક્વોરી વિસ્તારની જાત મુલાકાત લીધી હતી. આ વેળા સમિતિએ જી.એ.ડી.સી. ની પણ મુલાકાત લઈ, આદિવાસી વિસ્તારમાં કાર્યરત ખાણો ની  પ્રવૃત્તિઓનો પણ તાગ મેળવ્યો હતો.

ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિતા:૧૬-૧૧-૨૦૧૯ રાજપારડી, બપોરે જી.એમ.ડી.સી લીઝ ની મુલાકાત લીધી

અનુસુચીય જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ આ વિસ્તારોમાં ચાલીરહેલ ખનીજ ના ખનનો, અલગ અલગ યોજના ઓ માટે થય રેહેલા જમીન સંપાદનો વગેરેના ના કારણે સ્થાનિક લોકોને જે તકલીફો પડીરહી છે તેની માહિતી એકથી કરવી, સરકારી યોજના ઓ આ વિસ્તારોમાં લોકો સુધી કેટલા અંશે પોહચી છે તેની તપાસ કરી …

લીઝ સંબંધિત રજુઆતો બાબતે યોગ્ય કરવા સમિતીએ ખાત્રી આપી. #NoHopemodiji

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના જી.એમ.ડી.સી.સંચાલિત લીગનાઇટ પ્રોજેક્ટ ની ગુજરાત વિધાનસભાની અનુસુચિત જનજાતિ કલ્યાણ સમિતિએ મુલાકાત લીધી હતી.

જાણવા મળ્યા મુજબ સ્થાનિક આદિવાસી વિસ્તારના લોકોએ સમિતીને લીઝને લગતી રજુઆતો કરતા સમિતી દ્વારા યોગ્ય કરવા હૈયાધારણ આપી હોવાનું જાણવા મળ્યુ છે.

સમિતિના અધ્યક્ષ મોહનભાઇ ઢોડીયા,સમિતિના સભ્યો ડો અનિલ જોષીયારા,અભેસિંહ તડવી,ઉપરાંત ધારાસભ્ય મહેશભાઇ વસાવા,ગુજરાત વિધાનસભાના ઉપસચિવ વિનોદભાઇ રાઠોડ સહિતના અધિકારીઓએ જી.એમ.ડી.સી.લીગ્નાઇટ માઇનીંગ લીઝની મુલાકાત લઇને માહિતી મેળવી હતી આ મુલાકાત દરમિયાન સમિતીની સાથે નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, જી.એમ.ડી.સી.ના જનરલ મેનેજર પ્રોજેક્ટ સ્વાગત રાય, ઉધોગ તેમજ ખાણ વિભાગના નાયબ સચીવ ડી.જી.ચૌધરી, ભૂસ્તરશાસ્ત્રી જે.એમ.પટેલ,

એમ મ.ડી.વ્યાસ, કે.જે.રાજપુરા, સહિતના સંબંધિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહીને સમિતિને પુરતી વિગતો આપીને વિસ્તારમાં માહિતી આપી હતી.

તેમજ આ વિસ્તારોમાં અનુસૂચી પાચ લાગુ હોવાથી તેનું પૂર્ણ પણે અમલી કરણ કરવા માં આવે તેવી રજૂઆત થયેલ છે.


SHARE WITH LOVE
  • 362
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    362
    Shares

Leave a Reply

Your email address will not be published.