મેન્ટેનેન્સ માટે માલદીવ્સ મોકલેલું સી-પ્લેન પરત ફર્યું, હવે નહીં જવુ પડે માલદીવ્સ, જાણો કેમ?

SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares

PM નરેન્દ્ર મોદીનાં અનેક ડ્રિમ પોજેક્ટસમાંનો એક એવો સી-પ્લેન પ્રોજેક્ટ જેનું ઉદ્દધાટન પર ખુજ PM મોદીનાં હસ્તે કરવામાં આવ્યું હતું અને પહેલી મુસાફરી પણ ખુદ PM મોદીએ જ કરી હતી અને જે ગુજરાતને અને ખાસ કરીને અમદાવાદને દેશ-દુનિયામાં પ્રાઇડ અપાવવાનું કામ કરે છે, તે સી-પ્લેન ફરી એક વખત એક મહિનો માલદીવ્સ રહીને પાછુ ફર્યું છે.

સી-પ્લેન કોઇ શોખ કે કાર્યક્રમનાં ભાગ રુપે માલદીવ્સ નહોતુ ગયું કે નહોતુ ગયું ફરવા માટે પણ. આતો છેલ્લા એક મહિનાથી સીપ્લેનને મેન્ટેનેન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવ્યું હતું. જે આજે ભારત-અમદાવાદ પરત થયું. ત્યારે ફરી એક વખત સી પ્લેન સેવાની મજા લોકો મણી શકશે. જે માટેના ઓનલાઇન બુકીંગ પણ સ્પાઇસ જેટ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદમાં ફરી સી-પ્લેન સેવા શરૂ થશે તે સારા સમાચાર છે, પરંતુ તેના કરતા પણ સારા સમાચાર એ છે કે, હવે ફરીથી સી-પ્લેનને માલદિવ્સ નહી જવુ પડે, કારણ…કારણ કે, સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેન પરત ફર્યું છે તો સાથે સાથે હવે અમદાવાદમાં જ ખાનગી કંપની દ્વારા સી પ્લેન મેન્ટેનન્સ સંભાળાશે. જેને લઇને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જેટી બનાવવા જગ્યા ફાળવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સી પ્લેન સેવાની શરુઆત થયાની એક મહિના અંદર જ સર્વિસ માટે માલદીવ મોકલાયુ હતું. હવે અમદાવાદમાં જ સી – પ્લેનનું મેન્ટેનેન્સ થશે સી-પ્લેનના મેન્ટેનેન્સ માટે જેટી બનાવાશે અને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ કારણ સાથે જગ્યા પણ ફાળવાઈ ચૂકી છે. ખાનગી કંપની સી-પ્લેનનું મેન્ટેનેન્સ કરશે.

source


SHARE WITH LOVE
 • 8
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  8
  Shares