સુરતઃ CAAના સમર્થનમાં વિશાળ રેલી, કેબિનેટ મંત્રી ગણપત વસાવા ફૂલ જોસ માં જોવા મળ્યા હતા

SHARE WITH LOVE
 • 18
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  18
  Shares

નાગરિક સમિતી દ્વારા રાજ્યભરમાં CAA (citizenship amendment act 2019) એટલે કે ‘નાગરિકતા સુધારા કાયદા’ના સમર્થનમાં રાજ્યભરમાં રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજાનારી રેલીમાં મંત્રી ગણપત વસાવા ફૂલ જોસ માં જોવા મળ્યા હતા. સુરતમાં યોજાઈ રહેલી રેલીમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા છે અને કાયદાને સમર્થન આપવાની વાત કરી રહ્યા છે. આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમો પણ જોડાયા છે. આ રેલીમાં ભરતશિહ પરમાર, પણ જોડાયા હતા.

Image may contain: 11 people, people smiling, people standing, people walking, wedding and outdoor

સુરતમાં વનિતા વિશ્રામથી જિલ્લા સેવા સદન સુધી સુરત નાગરિકતા સમિતી દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકો CAAના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા અને પોસ્ટર્સ તથા બેનર્સ લઈને રેલીમાં જોડાયા છે. આ રેલીમાં જોડાયેલા મુસ્લિમ ધર્મના લોકોએ પણ કાયદાનું સ્વાગત કરીને કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે. મુસ્લિમ ધર્મના આગેવાનોએ એમ પણ કહ્યું કે, આ કાયદાને લઈને કોંગ્રેસ દેશની પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. આ કાયદામાં કરાયેલી જોગવાની વાત કરીને મુસ્લિમ અગ્રણીઓએ એમ પણ કહ્યું કે, આ કાયદામાં ભારતમાં રહેતા મુસ્લિમોનો નહીં પણ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી કરનારા મુસ્લિમોની વાત કરવામાં આવી છે, જેમાં હિન્દુસ્તાનના મુસ્લિમોનો કોઈ મુદ્દો જ નથી તેમને ગેરમાર્ગે દોરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે કાયદાને વધુ કડક બનાવવાની પણ માંગ આ રેલીમાં કરાઈ છે.


SHARE WITH LOVE
 • 18
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  18
  Shares