ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્યનો સનસનીખેજ આરોપ, ભાજપે આપી કરોડો રૂપિયાની ઓફર

SHARE WITH LOVE
 • 294
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  294
  Shares

રાજ્યસભાની ચૂંટણી પહેલાં પોતાના ધારાસભ્યોને તોડોના વાઈરસથી બચાવવા કોંગ્રેસ પોતાનાં તમામ MLAને રિસોર્ટમાં ખસેડી રહી છે. તેવામાં આજે દક્ષિણ ગુજરાતનાં પાંચ ધારાસભ્યોને વલસાડના પારડી ખાતે આવેલાં એક ફાર્મ હાઉસમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં કોંગ્રેસનાં ધારાસભ્ય અનંત પટેલે આરોપ લગાવ્યો કે, ભાજપે કરોડો રૂપિયાની ઓફર કરી છે.

રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે રણનીતિ બનાવી છે. કોંગ્રેસે દક્ષિણ ગુજરાતના પાંચ ધારાસભ્યોને વલસાડમાં કોંગ્રેસ નેતાના ફાર્મ હાઉસમાં ખસેડ્યા છે. ફાર્મ હાઉસ પહોંચેલા ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ ધારાસભ્યોમાં અનંત પટેલ, આનંદ ચૌધરી, પુના ગામિત, ચંદ્રિકાબેન બારીયા, પી.ડી.વસાવા ફાર્મ હાઉસમાં રોકાશે. આ ઉપરાંત સુનિલ ગામિત, ભાવેશ કટારા, મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા પણ ફાર્મહાઉસ પહોંચશે.

ધારાસભ્યોએ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસનાં એમએલએ અનંત પટેલે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. અનંત પટેલે કહ્યું કે, નવસારીના ભાજપના નેતાઓએ કરોડો રૂપિયાની ઓફર કરી છે. એટલું જ નહીં, પણ મત વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવવી અને અટકી પડેલાં કામોને વેગ આપવાની ઓફર પણ ભાજપનાં નેતાઓએ કરી હોવાનો દાવો અનંત પટેલે કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ.

source


SHARE WITH LOVE
 • 294
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  294
  Shares