વરસાદ / રાજ્યભરમાં 19મીથી 22મી સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદ પડશેઃ હવામાન વિભાગ

SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

ગુજરાતમાં આ વખતે ચોમાસું સારુ છે આ વખતે મોડે મોડે પણ વરસાદ ભરપૂર વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે હજુ 19મીથી 22મી સપ્ટેમ્બર સુધીમાં વધુ વરસાદની આગાહી કરી છે. દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે.

 • અમદાવાદમાં ઝરમર વરસાદ વરસી શકે છે
 • અસર 26થી 27 સપ્ટેમ્બર સુધી રહેશે
 • પાછોતરો વરસાદ એ રોગચાળો અને પૂર નિર્મી શકે છે

લોપ્રેશનરને કારણે ચોમાસુ રિ-ડેવલપ થશે
બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની નબળી સીસ્ટમ સક્રીય થશે, જે આગળ વધીને 19-20 સપ્ટેમ્બરે મુંબઇ-દક્ષિણ ગુજરાત સુધી પહોંચશે અને ફરીથી રિ-ડેવલપ થઇને મજબુત બનશે. મોન્સૂન ટ્રફ ગુજરાત તરફ નીચો આવશે, જેની અસર 26થી 27 સપ્ટેમ્બર સુધી રહેશે.

સિઝનનો 121 ટકા વરસાદ વરસી ચૂક્યો
હવામાન વિભાગે આગાહી કરી છે કે, લો પ્રેશરને કારણે દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર પર વરસાદનું જોર વધશે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ધીમા ધીમા વરસાદી ઝાપટા પડી શકે છે. સિઝનનો 121 ટકા વરસાદ વરસી ચૂક્યો છે એવામાં હજુ વધુ વરસાદ લીલો દુષ્કાળ નોંતરી શકે છે. જો કે વરસાદને લઈને ખેડૂતોમાં તો ખુશહાલીનો માહોલ છે. પણ પાછોતરો વરસાદ એ રોગચાળો અને પૂર નિર્મી શકે છે.

દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે.
અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બીજા કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ હજુ વરસશે. 21 અને 22 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં ઝરમર વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધી શકે છે.


SHARE WITH LOVE
 • 12
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
  12
  Shares

Leave a Reply

Your email address will not be published.