SOU: ઈકો સેન્સિટિવ ઝોનમાં સમવાયેલા 121 ગામો આંદોલનના મૂડમાં: BJP સાંસદનો PM ને પત્ર

SHARE WITH LOVE
  • 68
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    68
    Shares

  • નર્મદાના 121 ગામોને ઈકો-સેન્સેટીવ ઝોનમાંથી બહાર કરવા ભાજપ સાંસદ મનસુખ વસાવાનો PM મોદીને પત્ર
  • સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરશે એવી બીક આદિવાસીઓને આપી વિપક્ષી પાર્ટીના નેતાઓ આંદોલન કરવા ઉકસાવી રહ્યા છે
  • ઈકો-સેન્સેટીવ ઝોનમાં સમવાયેલા નર્મદા જિલ્લાના 121 ગામોના આદિવાસીઓના સામાજિક વિકાસ અને આજીવિકામાં નુકશાન થવાનો ખતરો
  • નર્મદા જિલ્લામાં શાંતિ અને વિકાસ માટે ઈકો-સેન્સેટીવ ઝોનની અનુસૂચિને તાત્કાલિક રદ કરવું એ આવશ્યક

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારની ફરતે ઈકો-સેન્સેટીવ ઝોન નિર્ધારીત કરવામાં આવેલ છે.જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, ડેડીયાપાડા અને સાગબારાના કુલ-121 ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે.આ ગામોમાં હાલ તલાટીઓ દ્વારા ખેડૂત ખાતેદારોના ખાતામાં 135 ની કાચી એન્ટ્રી પણ પાડવામાં આવી હોવાની વાતને લઈને લોકોમાં રોષ ફેલાયો છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ મામલે PM મોદીને પત્ર લખી 121 ગામોને ઈકો-સેન્સેટીવ ઝોનમાંથી બહાર કરવા રજુઆત કરી છે, 121 ગામના લોકો આંદોલન કરશે એવી દેહસત પણ મનસુખ વસાવાએ વ્યક્ત કરી છે

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ PM મોદીને સંબોધતા જણાવ્યું છે કે ઈકો-સેન્સેટીવ ઝોનમાં સમવાયેલા નર્મદા જિલ્લાના 121 ગામોમાં ખેડૂતોને જાણકારી આપ્યા વગર અને વિશ્વાસમાં લીધા એમની માલિકીની જમીનમાં સરકારી લોકોએ દખલ કરવાની શરૂઆત કરી છે.જેથી એમનામાં ભારે નારાજગી ફેલાઈ છે, 121 ગામના લોકો જન આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.સરકાર આદિવાસીઓને વિસ્થાપિત કરશે એવી બીક આદિવાસીઓને આપી વિપક્ષી પાર્ટીના નેતાઓ આંદોલન કરવા ઉકસાવી રહ્યા છે.

ભાજપ સાંસદે વધુમાં જણાવ્યું હતું કે આદીવાસી સમુદાયના લોકો કેન્દ્ર અને રાજ્ય સરકારની ઘોર ઉપેક્ષાના શિકાર બની દેશની મુખ્યધારા માંથી કપાઈ રહ્યા છે.વર્તમાન ઈકો-સેન્સેટીવ ઝોનમાં સમવાયેલા નર્મદા જિલ્લાના 121 ગામોના આદિવાસીઓના સામાજિક વિકાસ અને આજીવિકામાં નુકશાન થવાનો ખતરો વધી ગયો છે.દેશનો વંચિત વર્ગ એમની જમીન અને જંગલ સાથે છેડછાડ કર્યા વગર વિકાસ માટેનો કોઈ રસ્તો કાઢવા અપેક્ષા રાખીને બેઠો છે

રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં ખેડૂતોના હિતમાં અભયારણ્ય કાયદો રદ કર્યો છે.નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તાર સહિત જિલ્લાના અન્ય વિસ્તારના વિકાસ માટે 121 ગામોને ઈકો-સેન્સેટીવ ઝોન માંથી તાત્કાલિક બહાર કરવા આવશ્યક છે.આમ કરવાથી લોકોમાં ફેલાયેલો અસંતોષ શાંત પડશે અને એ વિસ્તારમાં વિકાસને પણ વેગ મળશે.નર્મદા જિલ્લામાં શાંતિ અને વિકાસ માટે ઈકો-સેન્સેટીવ ઝોનની અનુસૂચિને તાત્કાલિક રદ કરવું એ આવશ્યક છે.

source


SHARE WITH LOVE
  • 68
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    68
    Shares