ઇગ્લેન્ડના ઓલી પોપે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થયા વિના ખાસ રેકોર્ડ બનાવ્યો છે

SHARE WITH LOVE


Ollie Pope Australia vs England The Ashes Series: ઇગ્લેન્ડના વિકેટ કીપર બેટ્સમેન ઓલી પોપે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થયા વિના ખાસ રેકોર્ડ બનાવ્યો છે.  એશિઝ સીરિઝની ચોથી ટેસ્ટ મેચમાં વિકેટ કીપર બેટ્સમેન ઓલી પોપ પ્લેઇંગ ઇલેવનમાં નહોતો છતાં તેણે સબ્સ્ટિટ્યૂટ તરીકે મેદાનમાં ઉતરવાની તક મળી હતી. દરમિયાન તેણે ચાર કેચ ઝડપી અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ  અગાઉ ટીમ ઇન્ડિયાના રિદ્ધિમાન સહા પણ આ કમાલ કરી શક્યો છે. તેણે વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક ઇનિંગમાં સબ્સ્ટિટ્યૂટ ચાર કેચ  પકડ્યા હતા.

ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી સિડની ટેસ્ટમાં ઓલી પોપને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહોતું. પરંતુ તેમ છતાં પોપે જે રેકોર્ડ બનાવ્યો છે જે ખૂબ અનોખો છે. પોપે ઓસ્ટ્રેલિયાના માર્ક હેરિસ, ડેવિડ વોર્નર, માર્નસ લાબુશેન અને એલેક્સ કેરીનો કેચ ઝડપ્યો હતો. પોપ એક ઇનિંગમાં ચાર કેચ લેનાર ત્રીજો સબિસ્ટિટ્યૂટ ખેલાડી બની ગયો છે.

ઓલી પોપ અગાઉ ભારતના વિકેટકીપર રિદ્ધિમાર સહા આ કમાલ કરી ચૂક્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે ચાર કેચ પકડ્યા હતા. જ્યારે સહેવાગે એક મેચમાં ચાર કેચ ઝડપ્યા હતા. તેણે ફેબ્રુઆરી 2002માં નાગપુર ટેસ્ટમાં ઝીમ્બાબ્વે સામે કેચ ઝડપ્યા હતા.

Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટરSource link


SHARE WITH LOVE