કેપ્ટન કોહલી 29 રનની ઇનિંગ રમી હતી. તે સિવાય એક પણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો

SHARE WITH LOVE


South Africa vs India Newlands Cape Town Test: કેપ ટાઉનમાં રમાઇ રહેલી ટેસ્ટ સીરિઝની અંતિમ અને ત્રીજી ટેસ્ટ મેચમાં જીત ભારત માટે મુશ્કેલ નજર આવી રહી છે. ચોથા દિવસે કોઇ ચમત્કાર જ ભારતને જીત અપાવી શકે છે. ભારતે જીતવા માટે 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ત્રીજા દિવસની રમતના અંતે સાઉથ આફ્રિકાએ બે વિકેટના નુકસાન પર 101 રન બનાવી લીધા છે. સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર આઉટ થતા જ ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ હતી. 

અગાઉ ડીન એલ્ગરે 30 રન બનાવ્યા હતા. તે સિવાય એડન માર્કરમ 16 રન બનાવી આઉટ થયો હતો. સાઉથ આફ્રિકાને જીતવા માટે હવે 111 રનની જરૂર છે. ભારત તરફથી મોહમ્મદ શમી અને બુમરાહે એક-એક વિકેટ ઝડપી હતી.આ અગાઉ ટીમ ઇન્ડિયાની બીજી ઇનિંગ 198 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે સદી ફટકારી હતી. તેણે 139 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 100 રનની ઇનિંગ રમી હતી.

 કેપ્ટન કોહલી 29 રનની ઇનિંગ રમી હતી. તે સિવાય એક પણ બેટ્સમેન સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. પંત અને કોહલીએ પાંચમી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી હતી. દરમિયાન અશ્વિન સાત, ઠાકુર 05, ઉમેશ યાદવ 0 અને મોહમ્મદ શમી 0 રન પર આઉટ થયા હતા. ઋષભ પંતની ટેસ્ટ ક્રિકેટમાં આ ચોથી સદી હતી જ્યારે વિદેશમાં આ તેની ત્રીજી સદી છે.

 Source link


SHARE WITH LOVE