કોરોના સામે લડવા ભારતની મદદે કયા દેશના ક્રિકેટરો આવ્યા, મદદ કરવા માટે શું અપનાવ્યો રસ્તો, જાણો વિગતે

SHARE WITH LOVE

સિડનીઃ ભારતમાં કોરોનાની સ્થિતિ સતત વકરી રહી છે. આને જોતા વિદેશોમાંથી પણ હવે ભારતની મદદ માટે હાથ આગળ આવી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના પુરુષ અને મહિલા ક્રિકેટરો કોરોના સામેની લડાઇમાં ભારતની મદદ કરવા સામે આવ્યા છે, આ ક્રિકેટરોએ પોતાના દેશનો લોકોને યૂનિસેફ ઓસ્ટ્રેલિયામાં ડૉનેટ કરવાની અપીલ કરી છે. યૂનિસેફ ઓસ્ટ્રેલિયા દ્વારા ટ્વીટર પર એક મિનીટનો વીડિયો પૉસ્ટ કરીને એલન બોર્ડર સહિત કેટલાય ટોચના ક્રિકેટરોએ કહ્યું કે,ભારતની સ્થિતિ દુઃખાડે તેવી છે, અને આ કઠિન સમયમાં આપણે બધાએ એક થવુ પડશે.

બોર્ડર ઉપરાંત પેટ કમિન્સ, બ્રેટલી, એલેક્સ બ્લેકવેલ, જૉશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક, માઇક હસી, સ્ટીવન સ્મિથ, માર્નસ લાબુશાને, એલિસ પેરી, એલિયા હેલી, મેગ લેનિંગ અને રેચલ હેન્સ સામેલ છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, અને લોકો ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોના આ પગલાની જોરદાર પ્રસંશા કરી રહ્યાં છે.

[tw]https://twitter.com/unicefaustralia/status/1392402042954522631[/tw]

આ 13 ક્રિકેટરોએ કહ્યું- ભારતમાં દરે સેકન્ડે કોરોનાના ચાર નવા કેસો સામે આવી રહ્યાં છે. વળી પુરતો ઓક્સિજન પણ હાજર નથી. આ મહામારીના આ સૌથી કટીન સમય છે. તેમને કહ્યું- આવા કઠીન સમયમાં આપણે સાથે રહેવાનુ છે. અમે યૂનિસેફના દ્વારા પોતાનુ સમર્થન આપી રહ્યાં છીએ. તેમની ટીમ હજુ પણ ગ્રાઉન્ડ પર છે, અને જરૂરિયાતમંદો સુધી ઇમર્જન્સી સામાન પહોંચાડી રહી છે.

ક્રિકેટરોએ કહ્યું- કોઇપણ બધુ નથી કરી શકતા, પરંતુ તમામ લોકો થોડુઘણુ કરી શકે છે. અમારી સાથે આ લિંકને ક્લિક કરીને જોડાઓ કેમકે હાલ ભારતને આપણી જરૂર છે. યૂનિસેફ ડૉટ ઓઆરજી ડૉય એયુ પર જઇને ડૉનેટ કરો.

એક ટ્વીટમાં યૂનિસેફ ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને તમામ ખેલાડીઓને તેમના યોગદાન માટે ધન્યવાદ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ ભારતમાં કોરોનાના કેસોની સંખ્યામાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે.
Source link

SHARE WITH LOVE