ડિવિલિયર્સે 10 છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા

SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  


IPL 2021:  આઈપીએલ 2021ના બાકીની સીઝન શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, દુબઈ પહોંચી ચુકેલી વિવિધ ટીમના ખેલાડીઓ હાલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ દરમિયાન રોયલ IPL  ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે ખેલાડીઓના બે ગ્રુપ પાડીને પ્રેક્ટિસ મેચ રમી હતી. આ મેચમાં દેવદત્ત ઈલેવન સામે એબી ડિવિલિયર્સે 46 બોલમાં 104 રનની ધમાકેદાર   ઈનિંગ રમી હતી. આ દરમિયાન ડિવિલિયર્સે 10 છગ્ગા અને સાત ચોગ્ગા માર્યા હતા.

ડિવિલિયર્સ ઉપરાંત અઝહરુદ્દીને પણ 66 રનની ઈનિંગ રમી હતી. આ બંનેની બેટિંગના કારણે હર્ષલ ઈલેવને નિર્ધારીત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા હતા. જોકે ડિવિલિયર્સની સદી છતાં હર્ષલ ઈલેવને હારનો સામનો કરવો પડ્યો હતો. દેવદત્ત ઈલેવને 4 વિકેટ ગુમાવી 216 રન બનાવીને મેચ જીતી હતી. દેવદત્ત ઈલેવન તરફથી કેએસ ભરતે 95 અને દેવદત્ત પડ્ડીકલે 36 રનનું યોગદાન આપ્યું હતું.

આરસીબીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ મેચનો વીડિયો શેર કર્યો છે. સદી ફટકાર્યા બાદ ડિવિલિયર્સ ઘણો ખુશ જોવા મળે છે. ડિવિલિયર્સે આઈપીએલની 176 મેચમાં ત્રણ સદી અને 40 અડધી સદીની મદદથી 5056 રન બનાવ્યા છે. આઈપીએલની બાકીની સીઝનમાં આરસીબી પ્રથમ મુકાબલો 20 સપ્ટેમ્બરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે. આ મુકાબલો અબુધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં વિરાટ બ્રિગેડ કોરોના વોરિયર્સના સન્માનમાં નીલા રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે.

IPL 2021ની બાકીની સીઝન ક્યારથી શરૂ થશે

આઈપીએલ-14ના બીજા તબક્કાની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થઈ રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચથી બીજા તબક્કાની શરૂઆત થશે. મે મહિનાની શરૂઆતમાં આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઇજીમાં કોરોનાના મામલા સામે આવ્યા બાદ આઈપીએલ-14ને સ્થગિત કરી દેવામાં વી હતી. 4 મહિના બાદ બાકી રહેલી ટુર્નામેન્ટ રમાશે. આઈપીએલ-14ની ફાઈનલ 15 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.બીસીસીઆઈ આઈપીએલના બીજા તબક્કાની 31 મેચો દરમિયાન ખેલાડીઓ, સહયોગી સ્ટાફ અને ફ્રેન્ચાઇઝી માલિકોના 30 હજારથી વધારે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવશે. આઈપીએલના બીજા તબક્કા દરમિયાન દર ત્રીજા દિવસે આ ટેસ્ટ થશે. ગત વર્ષે જ્યારે યુએઈમાં ટુર્નામેન્ટ રમાઈ હતી ત્યારે પ્રત્યેક પાંચમાં દિવસે આરટીપીસીઆર ટેસ્ટ થતા હતા.

Source link


SHARE WITH LOVE
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •