થોડા મહિના પહેલા ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર પૃથ્વી શૉ પર પણ આ મુદ્દે લાગ્યો હતો પ્રતિબંધ

SHARE WITH LOVE

નવી દિલ્હીઃ વર્ષ 2019માં ભારતીય ટીમનો યુવા વિસ્ફોટક ઓપનર પૃથ્વી શૉ ડોપ ટેસ્ટમાં ફેઇલ થયો હતો. હવે ફરી એક વખત ભારતીય ક્રિકેટર ડોપ ટેસ્ટમાં ફેલ થયો હોવાના અહેવાલ આવ્યા છે. જોકે આ વખતે કોઈ પુરુષ ક્રિકેટર નહીં પરંતુ ઘરેલુ ક્રિકેટમાં મધ્યપ્રદેશની ટીમ તરફથી રમતી મહિલા ઓલરાઉન્ડર અંશુલા રાવ છે. તેના પર ચાર વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ક્રિકેટ ઈતિહાસમાં કોઈ મહિલા ખેલાડી ડોપ ટેસ્ટમાં ફેલ થઈ હોય તેવો આ પ્રથમ મામલો છે.

ચાલુ વર્ષે 14 માર્ચે અંશુલાનો ડોપ ટેસ્ટ થયો હતો. તેણે ડ્રર્સનું સેવન ટ્રેનિંગ કેમ્પમાં કર્યુ કે તેના ઘરે કર્યુ તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. અહેવાલો મુજબ અનાબોલિક સ્ટીરોયડ એન-19 નૌરેડોસ્ટેરોન ડ્રગનું સેવન કર્યુ હતું. જે એથલીટોની સૌથી પસંદગીની દવા પૈકીની એક છે. આ દવાના સેવનથી માંસપેશીની વૃદ્ધી અને શક્તિ વધારવાની સાથે સાથે રિકવરી ઝડપી બનાવવામાં મદદ મળે છે.

અંશુલા 2019-20માં બીસીસીઆઈની અંડર-23 મહિલા ટુર્નામેન્ટમાં રમી ચુકી છે. મધ્યપ્રદેશની ઓલરાઉન્ડર અંશુલા પ્રતિબંધિત પદાર્થ તેના શરીરમાંથી કેવી રીતે મળ્યો તેનું કોઈ વાજબી કારણ જણાવી શકી નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે અંશુલાના બે સેમ્પલ તપાસ માટે બેલ્જિયમ સ્થિત માન્યતા પ્રાપ્ત લેબમાં મોકલવામાં આવ્યા હતા. એન્ટી ડોપિંગ ડિસિપ્લનરી પેનલ મુજબ અંશુલાએ આ ડ્રગ જાણી જોઈને લીધું છે.

થોડા મહિના પહેલા ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર પૃથ્વી શૉ ડોપિંગ મામલે દોષી જણાયો હતો. તે સમયે મુંબઈના આક્રમક ડાબોડી બેટ્સમેન પર આઠ મહિનાનો પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ પૂરો થયા બાદ તેણે વાપસી કરતા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ધમાકેદાર દેખાવ કર્યો હતો. આ ઉપરાંત વિજય હજારે ટ્રોફીમાં પણ બેટિંગથી છાપ છોડી હતી. શૉએ તે સમયે કહ્યું કે ખાંસીની દવા લેવા દરમિયાન પ્રતિબંધિત પદાર્થનું ભૂલથી સેવન કર્યુ હતું.
Source link

SHARE WITH LOVE