ધોનીનો આ માનીતો ખેલાડી આજે ટી20માં કરશે ડેબ્યૂ, એકસાથે 9 ખેલાડી આઇસૉલેશનમાં જતાં લાગી લૉટરી, જા

SHARE WITH LOVE

IND Vs SL: ભારત અને શ્રીલંકાની વચ્ચે આજે ત્રણ મેચોની ટી20 સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયા સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પૉઝિટીવ આવતા મોટી મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. કૃણાલ પોઝિટીવ આવતા તેના સંપર્કમાં આવેલા ટીમ ઇન્ડિયાના નવા ખેલાડીઓને પણ કડક આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. જેથી હવે નવા યુવા ખેલાડીઓને આજે ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. પરંતુ ખાસ વાત છે કે આજની ટી20માં ધોનીની ખાસ ગણાતા અને સીએસકેના ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને ડેબ્યૂનો મોકો મળવાનો લગભગ નક્કી છે.

કૃણાલ પંડ્યા ઉપરાંત ભારતના 8 ખેલાડીઓને આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે, રિપોર્ટ્સ અનુસાર કૃણાલ પંડ્યાના કૉન્ટેક્ટમાં પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, દેવદત્ત પડિક્કલ, હાર્દિક પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ આવ્યા હતા. આ તમામ હવે સીરીઝની બહાર રહેશે. આઇસૉલેશનમાં મોકલાયા બાદ હવે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન સિલેક્ટ કરવી બહુજ મુશ્કેલ થઇ ગઇ છે.

ઋતુરાજ ગાયકવાડનુ ડેબ્યૂ નક્કી-
ઋતુરાજ ગાયકવાડને બીજી ટી20માં ડેબ્યૂ કરવાનો મોકો મળશે. ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન શિખર ધવનની સાથે ઓપનિંગ કરતો દેખાશે. પરંતુ ભારત માટે મીડલ ઓર્ડરમાં બેટ્સમેનોની પસંદગી કરવી મુશ્કેલ છે. જોકે, ભારત માટે અત્યાર સુધી શ્રીલંકા પ્રવાસ સારો રહ્યો છે, વનડે સીરીઝ જીત્યા બાદ પ્રથમ ટી20 પણ પોતાના નામે કરી લીધી હતી. પરંતુ આજની ટી20 માટે મોટો પડકાર ઉભો થયો છે. ઋતુરાજ ગાયકવાડ આઇપીએલમાં ધોનીની કેપ્ટનશીપ વાળી ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે, વૉટસનના રિટાયરમેન્ટ બાદ તેને સીએસકે તરફથી ફાક ડૂ પ્લેસીસ સાથે ઓપનિંગ કરવાનો મોકો મળ્યો છે. હવે તેને ટીમ ઇન્ડિયામાંથી પણ ઓપનિંગનો મોકો મળી શકે છે.

ક્યારે શરૂ થશે મેચ-
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી20 મેચ 28 જુલાઇ 2021ના દિવસે ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે, ટૉસ અડધા કલાક પહેલા થશે. આજની મેચ પણ પ્રથમ ટી20ની જેમ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. (મંગળવારે બીજી ટી20 કૃણાલ પંડ્યા કોરોના પૉઝિટીવ નીકળતા સ્થગિત કરાઇ હતી, જેને આજે 28મી રમાડાશે.)

મેચનુ લાઇવ પ્રસારણ SONY TEN 1 & SONY TEN 1 HD, SONY SIX & SONY SIX HD, SONY TEN 3 અને SONY TEN 3 HD (Hindi) પર જોઇ શકાશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે SonyLIV એપ પર જઇ શકો છો.
Source link

SHARE WITH LOVE