બાંગ્લાદેશને કેટલો સ્કોર ચેઝ કરવાનો છે તેની જ નહોતી ખબર ને બેટિગ શરૂ કરી, મેચ વચ્ચે જ રોકવી પડી

SHARE WITH LOVE

વરસાદના વિધ્ન વચ્ચેની મેચમાં ન્યૂઝિલેન્ડની ટીમે બાંગ્લાદેશને બીજી ટી-20 મેચમાં ડકવર્થ લુઈસ નિયમ (D/L)થી 28 રને હરાવ્યું. વરસાદના કારણે ન્યૂઝિલેન્ડની ટીમે 17.5 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 173 રન બનાવ્યા, એવામાં બાંગ્લાદેશને ટાર્ગેટ હાંસિલ કરવા માટે ડકવર્થ લુઈસ નિયમ(D/L) પ્રમાણે 16 ઓવરમાં 170 રન બનાવવાના હતા. પરંતુ બાંગ્લાદેશની ટીમ 16 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર  142 રન જ બનાવી શકી. ન્યૂઝીલેન્ડની ટીમ 3 ટી-20 મેચની સીરીઝમાં 2-0થી બાંગ્લાદેશથી આગળ થઈ ગઈ. ભલે વરસાદના કારણે મેચ રોમાંચર ન બની પરંતુ મેચ દરમિયાન એક અજીબ ઘટના બની હતી.

જ્યારે બાંગ્લાદેશની ટીમ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી તો તેમના ઓપનર્સને ટાર્ગેટને લઈ કન્ફ્યૂઝન થઈ. બાંગ્લાદેશના ઓપનરે ટાર્ગેટનો પીછો 16 ઓવરમાં 148 રન સમજીને કર્યો. પરંતુ 1.3 ઓવર બાદ અમ્પાયરે અચાનક ફિલ્ડર પાસેથી બોલ લઈ લીધો અને મેચ થોડ સમય માટે અટકાવી દિધી હતી. કારણ કે બાંગ્લાદેશના રિવાઈઝ ટાર્ગેટને લઈ કન્ફ્યૂઝન પેદા થઈ. ક્રિકેટના ઈતિહાસમાં કદાચ આવી ઘટના પ્રથમ વખત બની હશે કે બેટ્સમેન ટાર્ગેટ જાણ્યા વગર લક્ષ્યાંકનો પીછો કરતા હોય. આશરે 5 મિનિટ સુધી મેચ રોકાઈ હતી. બાદમાં મેચ રેફરી જેફ ક્રોએ ઓન-ફિલ્ડ અમ્પાયર ક્રિસ બ્રાઉન અને ક્રિસ ગફ્નેયને ટાર્ગેટને લઈને સાચો મેસેનજ મોકલ્યો. ત્યારબાદ મેચ ફરી શરૂ થઈ હતી.

અંતમાં બાંગ્લાદેશને 16 ઓવરમાં 170 રનનો રિવાઈઝ ટાર્ગેટ મળ્યો. ન્યૂઝિલેન્ડના ઓલરાઉન્ડર જેમ્સ નીશમે પણ ટ્વિટ કરી મજા લીધી હતી અને લખ્યું, ‘આ કઈ રીતે સંભવ બની શકે ? તમે ટાર્ગેટ જાણ્યા વગર લક્ષ્યાંકનો પીછો કરો…ક્રેઝી સ્ટફ..'

[tw]https://twitter.com/JimmyNeesh/status/1376820000154025994[/tw]

સોશિયલ મીડિયા પર ફેન્સ આ ઘટનાને લઈ સતત ટ્વિટ કરી રહ્યા છે. ફેન્સ પણ આ ઘટનાને લઈ ઘણા પ્રકારના મીમ્સ શેર કરી મજા લઈ રહ્યા છે. આ જીત સાથે ન્યૂઝિલેન્ડની ટીમ ટી20 સીરીઝન જીતવામાં સફળ થઈ ગઈ છે.

છેલ્લી વન-ડેમાં ભારતને હંફાવી દેનારા સેમ કરને ખેલદિલી બતાવીને આ બે ભારતીય બોલરોનાં કર્યાં વખાણ, જીતની આપી ક્રેડિટ

Source link

SHARE WITH LOVE