વધુ જાણકારી માટે અહી ક્લિક કરો

SHARE WITH LOVE


નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડકપ 2021ની બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટથી કારમી હાર આપી હતી. ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં ન્યૂઝિલેન્ડ સામે ટકરાશે. પાકિસ્તાનની હારથી ઓસ્ટ્રેલિયા કરતા ભારતીયો વધુ ખુશ જોવા મળ્યા હતા અને સોશિયલ મીડિયા પણ મીમ્સ વાયરલ કર્યા હતા.

 પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 176 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાના  બેટ્સમેનોએ શાનદાર દેખાવ કર્યો હતો અને 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 177 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

 સેમિફાઇનલમાં મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ફેન્સ પાકિસ્તાનની ટીમને નિશાન પર લઇ રહ્યા છે. ફેન્સ અનેક રસપ્રદ મીમ્સ શેર કરી રહ્યા છે.નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાનો પાકિસ્તાન સામે પરાજય થયો ત્યારે પાકિસ્તાનના  ક્રિકેટ ફેન્સે આ રીતે જ ભારતીય ટીમની મજાક ઉડાવી હતી.  હવે ભારતીયોએ પાકિસ્તાનની હાર બાદ પાકિસ્તાનની ટીમના મજેદાર મીમ્સ વાયરલ કરી રહ્યા છે. ભારતીયોએ મૌકા મૌકા ટ્રેન્ડ શરૂ કર્યું હતું  એટલે સુધી કે લોકોએ પાકિસ્તાન ટીમની એરપોર્ટ પર રાહ જોવામાં આવી રહી છે તેવા મીમ્સ પણ વાયરલ કર્યા હતા. એક યુઝર્સે લખ્યું કે મે દિવાળી કરતા પાકિસ્તાનની હાર પર વધુ ફટાકડા ફોડ્યા હતા. આવા જ કેટલાક રસપ્રદ મીમ્સ અહી રજૂ કરવામાં આવ્યા છે.

 

Source link


SHARE WITH LOVE